શોધખોળ કરો

IND vs AUS: રોમાંચક મેચમાં ભારતે ઓસ્ટેલિયાને ધૂળ ચટાડી, રિંકુ સિંહે છેલ્લા બોલે સિક્સ ફટકારી જીત અપાવી

IND vs AUS 1st T20I Full Match Highlights: સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને ચાહકોને થોડી રાહત આપી હશે.

IND vs AUS 1st T20I Full Match Highlights: સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને ચાહકોને થોડી રાહત આપી હશે. પ્રથમ વખત ભારતની કમાન સંભાળી રહેલા સૂર્યકુમારે 190.48ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ઈશાન કિશને 58 રનની ઈનિંગ રમી હતી. બાકીનું કામ રિંકુ સિંહે 22 રન બનાવીને પૂરું કર્યું હતું. રિંકુએ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં ભારતનો આ સૌથી મોટો રન ચેઝ છે.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ માટે જોશ ઈંગ્લિશે 50 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા જે ટીમને જીત અપાવી શક્યા ન હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ભારત માટે ટી20 ઈન્ટરનેશનલમાં આ સૌથી મોટો રન ચેઝ હતો, જે સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ થયો છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મેન ઇન બ્લુના બોલરો અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા ન હતા. જો કે બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની બેટિંગથી બોલરોનો બદલો લીધો હતો. જો કે છેલ્લી ઓવરમાં મેચ થોડી રોમાંચક બની હતી કારણ કે વિનિંગ શોટ પહેલા ભારતે ત્રણ બોલમાં સતત 3 વિકેટ ગુમાવી દીધી હતી.

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ત્રીજી વિકેટની ભાગીદારીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ આક્રમક બેટિંગ કરી અને 60 બોલમાં 112 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી ત્યારે થઈ જ્યારે 209 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે 2.3 ઓવરમાં 22 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.

સૌથી મોટું લક્ષ્ય હાંસલ કર્યું

જો કે ભારતીય ટીમે ટાર્ગેટનો પીછો કરતા પહેલા જ 2 વિકેટ ગુમાવી દીધી હતી, આ પછી પણ ઓસ્ટ્રેલિયા મેચ પર કબજો જમાવી શક્યું ન હતું. ટીમને પહેલો ફટકો પ્રથમ ઓવરના પાંચમા બોલ પર રનઆઉટ દ્વારા લાગ્યો હતો. જયસ્વાલ સાથે ગેરસમજને કારણે ગાયકવાડ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ 21 (8 બોલ)ના વ્યક્તિગત સ્કોર પર મેથ્યુ શોર્ટનો શિકાર બન્યો હતો. જયસ્વાલે તેની ટૂંકી ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

આ પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે 112 (60 બોલ)ની ભાગીદારી થઈ, જે 13મી ઓવરમાં ઈશાન કિશનની વિકેટે તૂટી ગઈ. ઈશાનને તનવીર સંઘા દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. કિશને 39 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. આ પછી તિલક વર્મા 15મી ઓવરના પાંચમા બોલ પર 12 રન બનાવીને આઉટ થયો હતો. તિલકને પણ તનવીર સંઘાએ આઉટ કર્યો હતો.

ત્યાર બાદ પોતાની સદી તરફ આગળ વધી રહેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ 18મી ઓવરના ચોથા બોલ પર જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો હતો. સૂર્ય 42 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યાએ 190.48ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તે પછી, વિજય પહેલા, 19મી ઓવરના ત્રીજા બોલ પર, અક્ષર પટેલ (02) અને તેના પછીના બોલ પર, રવિ બિશ્નોઈ (0) રને આઉટ થયો. પરંતુ રિંકુ સિંહે સિક્સર ફટકારીને ટીમને વિજયી બનાવી અને ભારતને T20 ઈન્ટરનેશનલના સૌથી મોટા લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
Embed widget