શોધખોળ કરો

IND vs AUS 2023: ઈન્દોર પિચ ખરાબ બતાવનાર મેચ રેફરી સામે BCCI એ અવાજ ઉઠાવ્યો, ICC ને કરી રિવ્યૂની અપીલ 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ઈન્દોરની પીચને આપવામાં આવેલા "નબળા" રેટિંગ સામે ઔપચારિક રીતે વિરોધ કર્યો છે.

IND vs AUS: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ઈન્દોરની પીચને આપવામાં આવેલા "નબળા" રેટિંગ સામે ઔપચારિક રીતે વિરોધ કર્યો છે. બીસીસીઆઈના અધિકારી દ્વારા તાજેતરમાં મોકલવામાં આવેલા ઔપચારિક પત્રમાં  બીસીસીઆઈએ આઈસીસીને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ખરાબ પિચના મેચ રેફરી ક્રિસ બ્રોડના અહેવાલની સમીક્ષા કરવા વિનંતી કરી છે. બીસીસીઆઈનું કહેવું છે કે ઈન્દોરની પીચને રેટિંગ આપવામાં મેચ રેફરીએ ખૂબ જ ઉતાવળ કરી છે.

ક્રિસ બ્રોડ દ્વારા આપવામાં આવેલા નબળા રેટિંગને કારણે  ICCએ ઇન્દોરની પિચને 3 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે.  જે પાંચ વર્ષના રોલિંગ સમયગાળા માટે માન્ય રહેશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ હતી.  જે માત્ર 2.5 દિવસમાં પૂરી થઈ ગઈ હતી અને ભારતને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે હરાવ્યું હતું.

BCCIએ ICCને અપીલ કરી

મેચ પૂરી થયા પછી તરત જ  મેચ રેફરીએ તેને ખરાબ રેટિંગ આપ્યું અને ICCએ ઈન્દોરની પિચને 3 ડિમેરિટ પોઈન્ટ આપ્યા. નિયમો અનુસાર, જો ICC પિચને 5 ડીમેરિટ પોઈન્ટ આપે છે, તો તે સ્ટેડિયમ આગામી 12 મહિના સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી શકશે નહીં. બીજી તરફ  જો કોઈ પિચને 10 ડીમેરિટ પોઈન્ટ મળે છે  તો તે સ્ટેડિયમ આગામી 24 મહિના સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી શકશે નહીં.

આ ચિંતાને કારણે જ બીસીસીઆઈએ આઈસીસીને અપીલ કરી કે ઈન્દોર મેચ રેફરીની સમીક્ષા કરે કારણ કે તેણે ઉતાવળમાં ઈન્દોરની પિચને નબળી ગણાવી હતી. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ દલીલ કરી છે કે પીચ પર મેચ રેફરીના નિર્ણય ટેસ્ટ સમાપ્ત થયાના થોડા કલાકો પછી આવ્યો હતો, જે આઈસીસી દ્વારા આવા કિસ્સાઓમાં અસામાન્ય હતો. આવી સ્થિતિમાં BCCIના અધિકારીઓને લાગે છે કે ICC આ નિર્ણયને લઈને મેચ રેફરીના નિર્ણયની સમીક્ષા કરી શકે છે અને જો શક્ય હોય તો મેચ રેફરીના આ નિર્ણયને સરેરાશથી નીચે કહી શકે છે. BCCIની અપીલ બાદ હવે ICCની બે સભ્યોની ટીમ મામલાની તપાસ કરશે.  

'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ ઇનિંગ બાદ વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ફોર્મેટ સિવાય વિરાટ કોહલી વનડે અને ટી-20 મેચમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે

આ રીતે વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આવું કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરે આ કારનામું કર્યું નથી. ખરેખર, જો તમે આંકડા પર નજર નાખો તો, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટનનો ODI અને T20 ફોર્મેટમાં પણ જલવો જોવા મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget