(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS, 3rd ODI: ત્રીજી વન ડેમાં ભારતની 21 રનથી હાર, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સીરિઝ જીતી
IND vs AUS, 3rd ODI: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતનો 21 રનથી પરાજય થયો.
IND vs AUS, 3rd ODI: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતનો 21 રનથી પરાજય થયો હતો. 270 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ સર્વાધિક 54 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 40 રન, શુભમન ગિલે 37 રન, રોહિત શર્માએ 30 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 45 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે અગરને 2 તથા સ્ટોયનિસ અને એબોટને 1-1 સફળતા મળી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વન ડે સીરિઝ 2-1થી જીતી હતી.
મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
મજબૂત શરૂઆત
ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ટ્રેવિડ હેડ (33 રન) અને મિચેલ માર્શ (47 રન)એ પ્રથમ વિકેટ માટે 68 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ નિયમિત અંતરે વિકેટો ગુમાવતા ગયા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 1 મેડન નાંખી 56 રનમાં 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 44 રનમાં 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 57 રનમાં 2 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભનમ ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયની પ્લેઇંગ ઇલેવનઃ પ્રવાસી ટીમે આજે બે ફેરફાર કર્યા છે. કેમરૂન ગ્રીન અને નાથન એલિસના સ્થાને ડેવિડ વોર્નર અને અગરને સ્થાન આપ્યું છે. સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન અગર, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા.
What a game 💥
— ICC (@ICC) March 22, 2023
Australia clinch the decider in Chennai to bag the ODI series 2-1 🙌#INDvAUS | 📝: https://t.co/ugxHxHyT1z pic.twitter.com/5kU9WRDiYP
આજની મેચ પહેલા ચેપોકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ મેદાન પર ODI ક્રિકેટમાં બે વખત સામસામે આવી ચુકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત જીત્યું હતું અને ભારતીય ટીમ બીજી વખત જીતી હતી.આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. ઓક્ટોબર 1987માં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને માત્ર એક રનથી હરાવ્યું હતું. સપ્ટેમ્બર 2017માં 30 વર્ષ બાદ જ્યારે આ બંને ટીમો ટકરાયા ત્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 26 રને હરાવ્યું હતું.