શોધખોળ કરો
Advertisement
IND vs AUS: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતી કાલે રમાશે ત્રીજી ટેસ્ટ, ભારત 42 વર્ષ પહેલા અહીં.....
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય બેટ્સમેનોએ કેટલીક યાદગાર ઇનિંગ રમી છે પરંતુ ટીમ માટે આ મેદાન ભાગ્યશાળી નથી રહ્યું.
સિડનીઃ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં શરૂ થશે. હાલ ચાર મેચની સિરીઝ 1 1થી બરાબરી પર છે.
પ્રથમ દિવસે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયશ રહેશે. સવારે અને બપોરે તડકો નીકળવાનો અંદાજ છે. સાંજ થતાં થતાં વાદળ છવાઈ જવાની શક્યતા છે. પરંતુ વરસાદ પડવાની આશંકા નહીંવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચેય દિવસ આવું જ વાતાવરણ રહી શકે છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય બેટ્સમેનોએ કેટલીક યાદગાર ઇનિંગ રમી છે પરંતુ ટીમ માટે આ મેદાન ભાગ્યશાળી નથી રહ્યું કારણ કે અહીં રમવામાં આવેલ 12 મેચમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે એસસીજી પર એકમાત્ર જીત 42 વર્ષ પહેલા બિશન સિંહ બેદીની કેપ્ટનશિપમાં મેળવી હતી.
જો અજિંક્ય રહાણેની ટીમ સિડનીમાં ઈતિહાસ રચીને 2-1થી લીડ મેળવી લે તો પછી બોર્ડર ગાવસકર ટ્રોફી તેની પાસે જ રહેશે અને તે ભારતીય ક્રિકેટ માટે સૌથી યાદગાર પળમાંથી એક હશે. આ એટલા માટે પણ વિશિષ્ટ હશે કારણ કે ભારત પોતાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી અને બે મુખ્ય ફાસ્ટ બોલર વગર મેળવશે.
આવું દરક વખતે નથી બનતું જ્યારે સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનથી સજ્જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ભારતીય બોલર સામે ખૌફમાં હોય. મોહમ્મદ શમી બાદ ઉમેશ યાદવ પણ બહાર થયા બાદ નવદીવ સૈની અને શાર્દુલ ઠાકુરમાંથી જેની પણ પસંદગી કરવામાં આવે આ જવાબદારી સારી રીતે નિભાવવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement