IND vs AUS, 4th Test: ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું, સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી
Border-Gavaskar Trophy: ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત આ ટ્રોફી પર કબજો કર્યો છે.
Border Gavakar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ડ્રો રહી હતી. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં સમગ્ર 5 દિવસમાં માત્ર 22 વિકેટ પડી હતી. આવી સ્થિતિમાં, 5મા દિવસની રમત સમાપ્ત થવાના એક કલાક પહેલા આ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. આ સાથે ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત આ ટ્રોફી પર કબજો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની આ છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજા (180) અને કેમરૂન ગ્રીન (114)ની સદીની મદદથી કાંગારૂ ટીમે 480 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ (38), ટ્રેવિસ હેડ (32), ટોડ મર્ફી (41) અને નાથન લિયોને (34) પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી આર અશ્વિને આ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. અહીં શમીને બે અને જાડેજા અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાને 91 રનની લીડ મળી હતી
ઓસ્ટ્રેલિયાના આ મોટા સ્કોરનો જવાબ ભારતીય બેટ્સમેનોએ પણ આપ્યો. શુભમન ગિલ (128) અને વિરાટ કોહલી (186)એ સદી ફટકારી હતી. અક્ષર પટેલ (79), એસકે ભરત (44), ચેતેશ્વર પુજારા (42) અને રોહિત શર્મા (35)એ મહત્વની ઇનિંગ્સ રમી હતી. ભારતીય બેટ્સમેનોએ 571 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને પ્રથમ દાવના આધારે 91 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની સ્પિન જોડી નાથન લિયોન અને ટોડ મર્ફીને 3-3 વિકેટ મળી હતી. સ્ટાર્ક અને કાહનેમેનને પણ 1-1 વિકેટ મળી હતી.
છેલ્લા દિવસે માત્ર 2 વિકેટ પડી હતી
મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની 10 વિકેટ લેવાની જરૂર હતી પરંતુ કાંગારુ બેટ્સમેનો પિચ પર ટકી ગયા હતા અને માત્ર બે વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 175 રન હતો ત્યારે જ અમ્પાયરે મેચને ડ્રો જાહેર કરી હતી.
ભારતે શ્રેણી 2-1થી જીતી હતી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બંને શરૂઆતી મેચો ભારતીય ટીમે જીતી હતી. જ્યાં ભારતે નાગપુર ટેસ્ટ એકતરફી જીતી હતી, ત્યાં દિલ્હીમાં 6 વિકેટે જીત મેળવી હતી. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને આ શ્રેણી જીતવા માટે મેચ ડ્રો કરવાની જરૂર હતી અને આ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ તૈયાર કરવામાં આવી હતી. આ રીતે ભારતે આ શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી.
India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺
— BCCI (@BCCI) March 13, 2023
The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT