શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટીમ સાથે જાડાતા જ રોહિતે શર્માએ શરૂ કરી તાબડતોડ પ્રેક્સિસ, BCCIએ તસવીરો શેર કરીને શું લખ્યું, જાણો વિગતે

બીસીસીઆઇએ ગુરુવારે ભારતીય ઓપનર રોહિત શર્માની કેચિંગની પ્રેક્ટિસ કરતી તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે લખ્યું છે- એન્જિન શરૂ થવાનુ છે, આગળ શુ થશે તેની એક ઝલક....

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા બુધવાર મેલબોર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે જોડાઇ ગયો છે. ક્વૉરન્ટાઇન પરિયડ પુરો થયા બાદ રોહિતે ત્રીજી ટેસ્ટ માટે તાબડતોડ સખત મહેનત શરૂ કરી દીધી છે. બીસીસીઆઇએ તેના પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં રોહિત ફિલ્ડિંગ અને કેચની પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયા બાદ તે ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા ન હતો આવી શક્યો, પરંતુ બાદમાં એનસીએમાં ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. સિડની કોરોના નિયમો પ્રમાણે અહીં રોહિત શર્માને 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડ્યુ હતુ, હવે તે છેલ્લી બે ટેસ્ટ રમવા માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે. બીસીસીઆઇએ ગુરુવારે ભારતીય ઓપનર રોહિત શર્માની કેચિંગની પ્રેક્ટિસ કરતી તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે લખ્યું છે- એન્જિન શરૂ થવાનુ છે, આગળ શુ થશે તેની એક ઝલક....
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય ટીમ સાથે જોડાયા બાદ રોહિત શર્માને સાથી ખેલાડીઓએ તાળીઓથી સ્વાગત કર્યુ હતુ. બીસીસીઆઇએ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી રોહિત શર્માનો ટીમ સાથે જોડાયાને વીડિયો શેર કર્યો હતો. ટીમ સાથે જોડાયા બાદ રોહિત શર્મા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને ગળે મળ્યો હતો. રોહિતની વાપસથી ભારતીય ટીમ મજબૂત થઇ છે. આગામી 7મી જાન્યુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાવવાની છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઇ હતી, પરંતુ રહાણેની આગેવાની વાળી ભારતીય ટીમે વળતો પ્રહાર કરીને બીજી ટેસ્ટ-બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુને માત આપીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ પર છે. ટીમ સાથે જાડાતા જ રોહિતે શર્માએ શરૂ કરી તાબડતોડ પ્રેક્સિસ, BCCIએ તસવીરો શેર કરીને શું લખ્યું, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget