IND vs AUS Final: નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં કોહલીએ રચ્યો ઈતિહાસ, ICC ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં વિરાટ કોહલીએ નવો ઇતિહાસ રચ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 2023 વર્લ્ડ કપની ફાઈનલ મેચ થકી કોહલી આઈસીસી ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
Virat Kohli Record: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં વિરાટ કોહલીએ નવો ઇતિહાસ રચ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 2023 વર્લ્ડ કપની ફાઈનલ મેચ થકી કોહલી આઈસીસી ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જો કે આજે કોહલી અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તે 29મી ઓવરના ત્રીજા બોલ પર પેટ કમિન્સ દ્વારા બોલ્ડ થયો હતો.
THE DREAM WORLD CUP ENDS FOR KING KOHLI...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
- 765 runs.
- 95.63 average.
- 6 fifties.
- 3 centuries.
- Hundred in Semis.
- Fifty in Final.
An all time great World Cup edition by a player....!!!! 🫡 pic.twitter.com/Q6U4ZsSN5a
ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી
મહત્વપૂર્ણ ફાઈનલ મેચમાં વિરાટ કોહલી 63 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 10.2 ઓવરમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને કેએલ ભારતીય દાવને સંભાળી રહ્યા હતા, પરંતુ વિરાટે 29મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 109 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી સાથે ચોથી વિકેટ ગુમાવી હતી.
આ અડધી સદી સાથે કોહલીએ ટૂર્નામેન્ટમાં 750 રનનો આંકડો પાર કરી લીધો છે. ODI વર્લ્ડ કપના 48 વર્ષ જૂના ઈતિહાસમાં કોહલી ટૂર્નામેન્ટની એક જ આવૃત્તિમાં 750+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની અડધી સદી સાથે, કોહલી 48 વર્ષમાં વર્લ્ડ કપનો પ્રથમ બેટ્સમેન બન્યો જેણે ટૂર્નામેન્ટની સેમિ-ફાઇનલ અને ફાઇનલમાં 50+ રન બનાવ્યા.
કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં સદી ફટકારી હતી. ભારતીય બેટ્સમેને કિવી ટીમ સામે 113 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 117 રનની ઇનિંગ રમી હતી.
ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ટોસ હારી ગઈ હતી
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા ટોસ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ઓસ્ટ્રેલિયા માટે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવામાં અમુક હદ સુધી સફળતા મળી છે.
કોહલીએ બનાવ્યો ખાસ રેકોર્ડ
વિરાટ કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. તેણે 1996-2011 વચ્ચે 46 વર્લ્ડ કપ મેચ રમી જેમાં તેણે 1743 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ 2011 થી 2023 વચ્ચે કુલ 37 વર્લ્ડ કપ મેચ રમી છે. જેમાં તેના નામે 1750થી વધુ રન નોંધાયા છે. આ યાદીમાં પ્રથમ નંબરની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. જેણે 1992-2011 વચ્ચે 45 વર્લ્ડ કપ મેચ રમીને કુલ 2278 રન બનાવ્યા હતા.