શોધખોળ કરો
Advertisement
પંત કે પુજારા નહીં ફેન્સ આ ખેલાડીની કરી રહ્યાં છે પ્રસંશા, ઇજા હોવા છતાં મેચ બચાવવા કર્યો આ દમદાર પ્રયાસ, જાણો વિગતે
સિડની ટેસ્ટ બચાવવા ભારતીય ટીમે જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો છે. ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા બાદ વિહારીએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરી
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટમાં ભારતની હાર લગભગ નક્કી દેખાતી હતી, આવા સમયે સ્ટાર બેટ્સમેને હનુમા વિહારીને જબરદસ્ત બેટિંગ કરીને ચોંકાવી દીધા છે. હનુમા વિહારીએ મેચના પાંચમા દિવસે કમાલની બેટિંગ કરી છે હેમસ્ટ્રીંગ ઇન્જરી હોવા છતાં વિહારીએ ભારતને હારથી બચાવવા 100થી વધુ બૉલ રમી લીધા, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સ વિહારીની વાહ વાહ કરી રહ્યાં છે.
સિડની ટેસ્ટ બચાવવા ભારતીય ટીમે જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો છે. ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા બાદ વિહારીએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરી.
જ્યારે હનુમા વિહારી બેટિંગ કરવા આવ્યો ત્યારે એકદમ ફિટ હતો, પરંતુ રન લેતી વખતે તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, અને તેની આંગળીઓ પર ઇજા પહોંચી હતી. ઇજા થયા બાદ લાગતુ હતુ કે ભારતીય ટીમનો વધુ એક ખેલાડી બેટિંગમાં ઓછો થઇ જશે. જોકે, આ ઇન્જરી થવા છતાં પણ વિહારીએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને ભારતને હારથી બચાવવા જબરદસ્ત પ્રયાસ કર્યો છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ હનુમા વિહારીના આ સાહસની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.
ઇજા બાદ હનુમા વિહારી દોડી ન હતો શકતો અને તેને બાદમાં પીચ પર ઉભા ઉભા 100થી વધુ બૉલ રમીને મેચને ડ્રૉ તરફ લઇ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેને 100 બૉલ રમ્યા ત્યાં સુધી તેના ખાતામાં માત્ર 6 રન જ હતા. આ ઇનિંગ ધીમી હોવા છતાં લોકો વખાણ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement