IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની વાપસી, શુભમન ગિલે ફટકારી સદી
અમદાવાદ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે
અમદાવાદ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 289 રન બનાવ્યા છે. ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાથી હજુ પણ 191 રન પાછળ છે. વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અણનમ છે. કોહલી અને જાડેજા વચ્ચે 44 રનની ભાગીદારી છે. શુભમન ગિલે 128 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન, મેથ્યુ કુનહેમેન અને ટૉડ મર્ફીને 1-1થી સફળતા મળી હતી.
Stumps on Day 3⃣ of the Fourth #INDvAUS Test!
— BCCI (@BCCI) March 11, 2023
Brilliant batting display by #TeamIndia 🇮🇳 as we move to 289/3 at the end of day's play.
We will be back with Day 4 action tomorrow, with India trailing by 191 runs.
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/itAO7Wb1un
શુભમન ગિલની શાનદાર સદી
આ પહેલા ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 235 બોલમાં 128 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઓફ સ્પિનર નાથન લિયોનના હાથે આઉટ થતાં શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ ચેતેશ્વર પૂજારાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 74 રન જોડ્યા હતા. શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.
1️⃣2️⃣8️⃣ Runs
— BCCI (@BCCI) March 11, 2023
2️⃣3️⃣5️⃣ Balls
1️⃣2️⃣ Fours
1️⃣ Six@ShubmanGill scored a magnificent century and put #TeamIndia 🇮🇳 on 🔝 on Day 3 👏👏
Relive his special ton here 📽️👇 #INDvAUS https://t.co/dGhst8kkcX pic.twitter.com/yzx6rXQgfV
આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 480 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 180 રન બનાવ્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ, નાથન લિયોન અને ટ્રેવિસ હેડે અનુક્રમે 41, 38, 34 અને 32 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી રવિ અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી.