શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી, સિડનીમાં દમદાર પ્રદર્શન કરનારો આ ખેલાડી થયો ઇજાગ્રસ્ત, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટિન લેન્ગરે એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, ચોથી ટેસ્ટ માટે ઓપનર વિલ પુકોવસ્કી ફિટ નથી, માર્કેસ હેરિસ તેની જગ્યાએ બ્રિસ્બેનમાં રમી શકે છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ રમાવવાની છે, આ પહેલા ભારતીય ટીમને તો જોરાદાર ઝટકા લાગ્યા જ છે, પરંતુ હવે રિપોર્ટ છે કે ઓસ્ટ્રેલિયા પણ ખેલાડીઓની ઇજાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. રિપોર્ટ છે કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર વિલ પુકોવસ્કી ફિટ નથી, સિડનીમાં ઇજા થવાના કારણે તે હાલ સારવાર હેઠળ છે.
ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટિન લેન્ગરે એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, ચોથી ટેસ્ટ માટે ઓપનર વિલ પુકોવસ્કી ફિટ નથી, માર્કેસ હેરિસ તેની જગ્યાએ બ્રિસ્બેનમાં રમી શકે છે.
સિડની ટેસ્ટના છેલ્લા દિવસે ફિલ્ડિંગ કરી રહેલા પુકોવસ્કી ડાઇવ લગાવીને બૉલ રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન ખભાના ભાગમાં તેને ઇજા પહોંચી હતી. આ પુકોવસ્કીની ડેબ્યૂ ટેસ્ટ મેચ હતી. લેન્ગરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, પુકોવસ્કીના ખભામાં સોજો હતો, મેચ પહેલા ફિટ નહીં થાય તો તેની જગ્યા ચોથી ટેસ્ટમાં માર્કસ હેરિસ લઇ શકે છે.
લેન્ગરે કહ્યું કે પુકોવસ્કીએ પ્રથમ ટેસ્ટ જ રમી છે, અમે તેને ફિટ થવાની આશા રાખીએ છીએ. પુકોવસ્કી પ્રતિભશાળી અને યુવા ખેલાડી છે. આશા છે કે તે મેચ પહેલા ફિટ થઇ જશે અને રમશે. ભારત સામે ત્રીજી ટેસ્ટમાં વિલ પુકોવેસ્કીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ અને, પ્રથમ મેચમાં જ તેને પ્રથમ ઇનિંગમાં 62 રનનો ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે બીજી ઇનિંગમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement