IND vs AUS 4th Test LIVE: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં
IND vs AUS Test LIVE: ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.
Background
IND vs AUS Test LIVE: ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
IND vs AUS Live: પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે, ખ્વાજાની સદી
India vs Australia 4th Test Live: પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં છે. ભારત તરફથી શમીને 2, અશ્વિન તથા જાડેજાને એક એક સફળતા મળી.
IND vs AUS Live: ખ્વાજા સદી નજીક
India vs Australia 4th Test Live: 84 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 224 રન છે. ઉસ્માન ખ્વાજા 96 રન અને કેમરૂન ગ્રીન 26 રને રમતમાં છે.




















