અંડર 19 વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને મસળી ભારત ફાઈનલમાં, જાણો કોણ રહ્યો જીતનો હીરો ?
સેમિ ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી એકવાર જગ્યા બનાવી લીધી છે.
U-19, IND vs AUS, ગઇકાલે રમાયેલી અંડર 19 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમ જબરદસ્ત જીત સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હવે ભારતીય ટીમની ફાઇનલમાં ઇંગ્લિશ ટીમ સામે ટક્કર થશે. ભારતે ફરી એકવાર શાનદાર ફોર્મ બતાવતા કાંગારુ ટીમને મસળી નાંખી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટનનું શાનદાર ફોર્મ જોવા મળ્યુ, મેચમાં જીતના હીરો કેપ્ટન યશ ધુલ (110 રન) રહ્યો, ધુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધુલની સાથે મેચમાં શેખ રશીદે પણ ઉપયોગી 94 રન ફટકાર્યા હતા.
સેમિ ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી એકવાર જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં સતત ચોથી અને એકંદરે 8મી વાર પ્રવેશ કર્યો છે.
મેચની વાત કરીએ તો ભારતીય ટીમે કેપ્ટન યશ ધુલની (110) સદી અને શેખ રશીદની 94 રનની ઈનિંગને કારણે 50 ઓવરમાં 290 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્રે 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમે જીતનો ઝંડો લહેરાવી દીધો હતો. કાંગારુ ટીમનાં લચલાન શોએ સૌથી વધુ 51 રન કર્યા હતા. જ્યારે વિકી ઓસ્તવાલે ત્રણ વિકેટ ઝડપી હતી.
WHAT. A. PERFORMANCE! 💪 👌
— BCCI (@BCCI) February 2, 2022
India U19 beat Australia U19 by 9⃣6⃣ runs & march into the #U19CWC 2022 Final. 👏 👏 #BoysInBlue #INDvAUS
This is India U19's 4th successive & 8th overall appearance in the U19 World Cup finals. 🔝
Scorecard ➡️ https://t.co/tpXk8p6Uw6 pic.twitter.com/tapbrYrIMg
સેમીફાઈનલઃ બંને ટીમની પ્લેઇંગ-11
ભારતીય ટીમ- હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, શેખ રાશીદ, યશ ધુલ, નિશાંત સંધૂ, રાજ બાવા, કૌશલ તાંબે, દિનેશ બાવા (વિકેટકીપર), રાજવર્ધન હંગરગેકર, વિક્કી ઓસ્તવાલ, રવિ કુમાર
ઓસ્ટ્રેલિયા ટીમ- કેંપબેલ કેલાવે, ટીગ વાયલી, કોરી મિલર, કૂપર કોનોલી (કેપ્ટન), લાચલન શો, નિવેથન રાધાકૃષ્ણન, વિલિયમ સાલ્જમેન, ટોબિયાસ સ્નેલ (વિકેટકીપર), જેફ સિનફિલ્ડ, ટોમ વ્હિટની, જેક નિસ્બેટ
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે