શોધખોળ કરો

CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!

ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સને સોંપીને સેમસનને પોતાની ટીમમાં લીધો; એમએસ ધોનીના ઉત્તરાધિકારી તરીકે સેમસન 18 કરોડના જંગી પગાર સાથે CSK તરફથી રમતો દેખાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સંજૂ સેમસન ₹૧૮ કરોડમાં CSK માં જોડાયા, જાડેજા-સેમ કરન રાજસ્થાન ગયા.
  • ધોની પછી વિકેટકીપિંગ અને લાંબા ગાળાના ભવિષ્ય તરીકે સેમસન પર પસંદગી.
  • સેમસન હવે ગાયકવાડ સાથે CSK ના સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડી બન્યા.
  • DC અને RR માં સફળ કારકિર્દી બાદ સેમસન CSK માં રમશે.

IPL 2026 ની તૈયારીઓ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમમાં એક બહુ મોટો અને ચોંકાવનારો ફેરફાર જોવા મળ્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR) ના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે CSK માં જોડાઈ ગયો છે. ચેન્નાઈએ પોતાના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાનને આપીને તેમની સામે સેમસનને પોતાની ટીમમાં ટ્રેડ કર્યો છે. સંજુ સેમસનને CSK દ્વારા પૂરા ₹18 કરોડનો તોતિંગ પગાર ચૂકવવામાં આવશે, જે ટીમના વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જેટલો જ છે. આ મેગા ડીલ સ્પષ્ટ કરે છે કે ધોની પછી વિકેટકીપિંગની કમાન હવે સેમસન જ સંભાળશે.

ધોનીના વિકલ્પ તરીકે સેમસન પર કળશ ઢોળાયો

ચેન્નાઈની ટીમમાં હવે એમએસ ધોનીના અનુગામી તરીકે સંજુ સેમસનને જોવામાં આવી રહ્યો છે. રુતુરાજ ગાયકવાડ પહેલેથી જ કેપ્ટન તરીકેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે, ત્યારે થાલા ધોનીની વિદાય પછી વિકેટની પાછળ સેમસન જ જોવા મળશે. આ ડીલ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, CSK મેનેજમેન્ટે જાડેજા અને સેમ કરન જેવા બે વર્લ્ડ-ક્લાસ ઓલરાઉન્ડર્સને જતા કરીને સેમસન પર પસંદગી ઉતારી છે. આ દર્શાવે છે કે ચેન્નાઈ સેમસનને પોતાનું લાંબા ગાળાનું ભવિષ્ય માની રહી છે.

CSK માં સેમસનનો પગાર કેટલો હશે?

જો તમને એમ હોય કે સેમસનને ચેન્નાઈ તરફથી કેટલી રકમ મળી હશે, તો જણાવી દઈએ કે IPL 2025 માં રાજસ્થાન રોયલ્સે તેને ₹18 કરોડનો પગાર આપ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેને એટલી જ રકમમાં ટ્રેડ કર્યો છે. એટલે કે, IPL 2026 માં પીળી જર્સીમાં રમવા માટે સેમસનને ₹18 કરોડ મળશે. આ સાથે જ સેમસન CSK માં સૌથી વધુ કમાણી કરનારા બે ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. તેના સિવાય માત્ર કેપ્ટન રુતુરાજ ગાયકવાડ જ ₹18 કરોડનો પગાર મેળવે છે. બીજી બાજુ, દિગ્ગજ એમએસ ધોનીને તો મિની-ઓક્શન પહેલા અનકેપ્ડ પ્લેયર તરીકે માત્ર ₹4 કરોડમાં જ જાળવી (રિટેન) રાખવામાં આવ્યો છે.

સંજુ સેમસનનું અત્યાર સુધીનું IPL કરિયર

પોતાના લાંબા IPL કરિયરમાં સંજુ સેમસન અત્યાર સુધી માત્ર બે જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ત્રીજી ટીમ બનશે.

તેણે દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી રમતા 28 મેચમાં 677 રન બનાવ્યા હતા.

જોકે, તેની કારકિર્દીનો સૌથી મોટો અને સોનેરી સમય રાજસ્થાન રોયલ્સ સાથે વીત્યો છે, જ્યાં તેણે 149 મેચ રમીને 4,027 રન ફટકાર્યા છે.

એકંદરે જોઈએ તો, સેમસને પોતાના IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 4,704 રન બનાવ્યા છે, જેમાં શાનદાર 3 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે.

Frequently Asked Questions

સંજુ સેમસન IPL 2026 માં કઈ ટીમ માટે રમશે?

સંજુ સેમસન IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ માટે રમશે.

CSK એ સંજુ સેમસનને ટ્રેડ કરવા માટે કયા ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સને આપ્યા?

CSK એ રવિન્દ્ર જાડેજા અને સેમ કરન જેવા ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સને આપીને સંજુ સેમસનને ટ્રેડ કર્યો છે.

સંજુ સેમસનને CSK માં કેટલો પગાર મળશે?

સંજુ સેમસનને IPL 2026 માટે ₹18 કરોડનો પગાર મળશે, જે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ જેટલો જ છે.

સંજુ સેમસન CSK માં કોના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે?

ધોનીની વિદાય પછી, સંજુ સેમસનને CSK માં વિકેટકીપર અને લાંબા ગાળાના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget