શોધખોળ કરો

WTC Final 2023: મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા, બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 123/4, 296 રનની લીડ 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે મેચ પર પોતાની પકડ ઘણી મજબૂત કરી લીધી છે.  

WTC Final 2023, India vs Australia: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે મેચ પર પોતાની પકડ ઘણી મજબૂત કરી લીધી છે.   ઓવલ મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં કાંગારૂ ટીમે તેની બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે તેની લીડ વધારીને 296 રન કરી લીધી છે. સ્ટમ્પ સમયે માર્નસ લાબુશેન 41 અને કેમેરોન ગ્રીન 7 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

અજિંક્ય રહાણે અને શાર્દુલે પ્રથમ સેશનમાં ભારતની સ્થિતિ થોડી મજબૂત કરી 

ત્રીજા દિવસના પ્રથમ સત્રની શરૂઆત સાથે જ ભારતીય ટીમને કેએસ ભરતના રૂપમાં 152 રનના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. સ્કોટ બોલેન્ડે ભરતને 5 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી બેટિંગ કરવા ઉતરેલા શાર્દુલ ઠાકુરને શરૂઆતના સમયમાં  સંઘર્ષ કરવો પડ્યો. રહાણે સાથે મળી  ઠાકુરે ભારતીય દાવને ધીમે ધીમે આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. બંનેએ  ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો.

અજિંક્ય રહાણેએ પણ 18 મહિના પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી અને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી. બીજા છેડે બેટિંગ કરી રહેલા શાર્દુલે પણ રન બનાવવાનું  શરૂ રાખ્યું.  રહાણે અને શાર્દુલે પ્રથમ સત્રના અંતે ભારતીય ટીમના સ્કોરને 6 વિકેટ ગુમાવીને 260 સુધી પહોંચાડીને ફોલોઓનનો ખતરો સંપૂર્ણપણે ટાળી દીધો હતો.

દિવસના બીજા સત્રની શરૂઆત સાથે જ ભારતીય ટીમના બીજા દાવને સમેટવામાં વધુ સમય લાગ્યો ન હતો. અજિંક્ય રહાણે 89 રન બનાવીને સ્લિપમાં  કેચ આઉટ થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ 271ના સ્કોર પર ઉમેશ યાદવના રૂપમાં તેની 8મી વિકેટ ગુમાવી હતી.

શાર્દુલ ઠાકુરે અહીંથી ઝડપી રન બનાવ્યા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી અડધી સદી પૂરી કરી. જો કે તે પણ 51 રન બનાવીને કેમરૂન ગ્રીનનો શિકાર બન્યો હતો. મિશેલ સ્ટાર્કે મોહમ્મદ શમીને 13ના અંગત સ્કોર પર પેવેલિયનમાં મોકલતા ભારતીય ટીમનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે પણ પ્રથમ દાવના આધારે 173 રનની જંગી લીડ મેળવી લીધી હતી. કાંગારૂ ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો ઇનિંગની ચોથી ઓવરમાં 2ના સ્કોર પર ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે વોર્નરને 1ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. બીજા સેશનના અંતે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 23 રન હતો.

દિવસના છેલ્લા સેશનમાં ભારતે 3 વિકેટ ઝડપી

ત્રીજા દિવસના અંતિમ સત્રની શરૂઆત સાથે જ ઉસ્માન ખ્વાજાના રૂપમાં ભારતીય ટીમને ટૂંક સમયમાં બીજી સફળતા મળી. ઉમેશ યાદવે ખ્વાજાને 13ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. અહીંથી, માર્નસ લાબુશેને, સ્ટીવ સ્મિથ સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સંભાળતી વખતે ઝડપી ગતિએ રન બનાવવાનું શરુ રાખ્યું હતું.  સ્મિથ અને લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. રવિન્દ્ર જાડેજાએ સ્મિથને 34ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલીને ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી હતી.

આ પછી બેટિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડે પણ ઝડપી  રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 18 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 111ના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાને 123 રન બનાવ્યા હતા.  ઓસ્ટ્રેલિયાની લીડ વધીને 296 રન થઈ ગઈ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget