IND vs BAN: રોહિતે ટીમ ઇન્ડિયામાં કર્યો એકમાત્ર ફેરફાર, જાણો કયા ઘાતક ખેલાડીને ફરીથી ટીમમાં બોલાવાયો
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Ind vs Ban: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખુબ મહત્વની મેચ રમાઇ રહી છે, આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે બન્ને દેશોની ટીમો ટકરાઇ રહી છે, ભારતીય ટીમે આ મોટી મેચમાં એકમાત્ર ફેરફાર કર્યો છે. આજની જીત બન્ને માટે સેમિ ફાઇનલની દાવેદારી નક્કી કરશે.
બાંગ્લાદેશે ટૉસ જીત્યો, ભારતની બેટિંગ
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે.
કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઇન્ડિયામાં કર્યો એકમાત્ર ફેરફાર
ભારતીય ટીમમાં ગઇ મેચની સરખામણીમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે, ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઇ છે, અક્ષર પટેલ ટીમમાં દીપક હુડ્ડાની જગ્યાએ રમશે.
કેપ્ટન રોહિત શર્માએ એકમાત્ર ફેરફાર અક્ષર પટેલને ફરીથી ટીમમાં સામેલ કરીને કર્યો છે, ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને તક આપવામા આવી હતી, પરંતુ બેટિંગમાં કંઇક ખાસ કમાલ ન હતો કરી શક્યો, જોકે, કેપ્ટન રોહિતે તેને એકપણ બૉલ ફેંકવા માટે આપ્યો નહતો. આજની મેચમાં તમામની નજર અક્ષરના ઓલરાઉન્ડર પ્રદર્શન પર રહેશે.
ભારતની પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની પ્લેઇંગ 11
નજમૂલ હોસૈન શાન્તો, લિટન દાસ, શાકિબ અલ હસન, અફીક હોસૈન, નુરુલ હસન, મોસાદ્દેક હોસૈન, શોરીફૂલ ઇસ્લામ, યાસિર અલી, તસ્કીન અહેમદ, મુસ્તાફિજરુ રહેમાન, હસન મહમૂદ.
આંકડાઓ શું કહે છે ?
બાંગ્લાદેશ સામે ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 10 વખત હરાવ્યું છે. તે જ સમયે બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને માત્ર એક જ વાર હરાવ્યું છે. આ રીતે, આંકડા દર્શાવે છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહેશે, પરંતુ જોવાનું રહેશે કે મેચના દિવસે હવામાન કેવુ રહે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
