IND vs ENG: હૈદરાબાદમાં ભારતીય સ્પિનરો સામે બેઝબોલની હવા નીકળી ગઈ, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 246 રનમાં ઓલ આઉટ
IND vs ENG 1st Hyderabad Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી ટેસ્ટમાં આક્રમક ક્રિકેટ રમી રહેલી ઈંગ્લિશ ટીમ ભારતીય સ્પિનરો સામે ઘૂંટણીયે બેસી ગઈ હતી.
IND vs ENG 1st Hyderabad Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી ટેસ્ટમાં આક્રમક ક્રિકેટ રમી રહેલી ઈંગ્લિશ ટીમ ભારતીય સ્પિનરો સામે ઘૂંટણીયે બેસી ગઈ હતી. ભારતીય બોલરોએ પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડને 246 રનમાં આઉટ કરી દીધું હતું.
Innings Break!
A solid bowling display from #TeamIndia! 💪 💪
England all out for 246.
3⃣ wickets each for @ashwinravi99 & @imjadeja
2⃣ wickets each for @Jaspritbumrah93 & @akshar2026
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/2YnS3ZxSI2 — BCCI (@BCCI) January 25, 2024
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યા હતા. આ બંનેએ ત્રણ-ત્રણ ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ત્રીજો સ્પિનર અક્ષર પટેલ પણ પાછળ રહ્યો ન હતો જેણે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય બાકીની બે વિકેટ જસપ્રિત બુમરાહને મળી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. જેક ક્રાઉલી અને બેન ડકેટે ટીમ માટે સારો પાયો નાખ્યો હતો. બંને ભારતીય ઝડપી બોલરો સામે સરળતાથી રન બનાવી રહ્યા હતા. પરંતુ સ્પિનરોની શરૂઆત થતાં જ બેઝબોલની હવા નીકળી ગઈ. ઈંગ્લેન્ડે 55 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો.
અશ્વિને માત્ર 39 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 35 રન બનાવનાર બેન ડકેટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ઓલી પોપ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. તે ભારતીય સ્પિનરો સામે પણ લાચાર દેખાતો હતો અને 11 બોલમાં માત્ર 01 રન બનાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડને પહેલો ફટકો 55 રન પર, બીજો ફટકો 58 રન પર અને ત્રીજો ફટકો 60 રન પર લાગ્યો હતો. ત્રીજી વિકેટ જેક ક્રોલીના રૂપમાં પડી જે 40 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સિનિયર બેટ્સમેન જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમની કમાન સંભાળી હતી, પરંતુ બંને ક્રિઝ પર લાંબો સમય ઊભા રહી શક્યા ન હતા. 121 રનના સ્કોર પર બેરસ્ટો 5 ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ થોડી જ વારમાં જો રૂટ પણ પેવેલિયન પરત ફર્યો હતો. રૂટે 60 બોલમાં 1 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 61 રન (105 બોલ)ની ભાગીદારી કરી હતી.
ટીમે 125 રનના સ્કોર પર રૂટના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 137 રનના સ્કોર સાથે ઈંગ્લેન્ડને છઠ્ઠો ફટકો બેન ફોક્સ (04)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી રેહાન અહેમદ 13 રન બનાવીને આઉટ થયો હતો, ટોમ હાર્ટલી 23 રન બનાવીને આઉટ થયો હતો અને માર્ક વુડ 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડને 10મો અને છેલ્લો ફટકો કેપ્ટન બેન સ્ટોક્સના રૂપમાં લાગ્યો હતો, જે સારી ઇનિંગ રમી રહ્યો હતો. સ્ટોક્સે 88 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા, જે ઇંગ્લિશ ઇનિંગ્સમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો.