Sarfaraz Khan: ડેબ્યૂ ટેસ્ટમાં જ સરફરાઝ ખાને 48 બોલમાં ફટકારી ફિફ્ટી, પત્ની અને પિતાએ આપી ફ્લાઈંગ કિસ
Sarfaraz Khan: સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે. સરફરાઝ ખાને માત્ર 48 બોલમાં ફિફ્ટી ફટકારી છે. સરફરાઝે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
Sarfaraz Khan: સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે. સરફરાઝ ખાને માત્ર 48 બોલમાં ફિફ્ટી ફટકારી છે. સરફરાઝે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 299 રન છે. જાડેજા 94 રન બનાવીને રમી રહ્યો છે.
The happiness on Sarfaraz Khan's father and wife face. ❤️ pic.twitter.com/rJJB6Oa96d
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2024
ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહેલા સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટ પહેલા જ શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 48 બોલનો સામનો કરીને 50 રન પૂરા કર્યા. તેણે ઈંગ્લેન્ડના બોલરોને બરાબરના ફટકાર્યા હતા. દિવસના ત્રીજા સેશનમાં બેટિંગ કરવા આવેલા સરફરાઝે શાનદાર રમત બતાવી હતી. તેના બેટમાંથી પ્રથમ આંતરરાષ્ટ્રીય રન આવતાની સાથે જ સ્ટેન્ડમાં હાજર પિતા અને તેની પત્ની આનંદથી ઉછળી પડ્યા હતા.
ટીમ ઇન્ડિયાની કેપ જોઇને રડી પડ્યા સરફરાઝ ખાનના પિતા
રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચ માટે ભારતે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયાએ સરફરાઝ ખાનને તક આપી છે. સરફરાઝ ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. ટોસ પહેલા તેને ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. સરફરાઝ કેપ સાથે સ્ટેડિયમમાં ઉભેલા પિતા પાસે પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાની કેપ જોઈને સરફરાઝના પિતા આંસુ રોકી શક્યા ન હતા. સરફરાઝનો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. હવે તે આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડી ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. સરફરાઝની કારકિર્દીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહીં. તેમણે સરફરાઝને ગળે લગાવ્યો હતો.
કેવી રહી છે સરફરાઝની ડોમેસ્ટિક કારકિર્દી
સરફરાઝ ખાનનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે આ ફોર્મેટની 45 મેચમાં 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે. સરફરાઝનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેણે 37 લિસ્ટ A મેચમાં 629 રન બનાવ્યા છે. સરફરાઝે 96 ટી20 મેચ પણ રમી છે. જેમાં 1188 રન બનાવ્યા છે.
ભારત A માટે સદી ફટકારી
સરફરાઝ ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી. સરફરાઝે 24 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં 161 રન બનાવ્યા હતા. આ પહેલા એક ઇનિંગમાં 55 રન બનાવ્યા હતા. તેણે 12 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 96 રનની ઈનિંગ રમી હતી.