શોધખોળ કરો

IND vs ENG, 4th T-20: ઈંગ્લેન્ડ સામે 3 મેચમાં 1 રન કરનારા પોતાના માનીતા આ બેટ્સમેનને વિરાટ આજે ચોથી ટી-20માં રમાડશે કે નહીં ? જાણો મોટા સમાચાર

IND vs ENG 4th T-20: લોકેશ રાહુલ ટી-20 સીરિઝમાં સદંતર ફ્લોપ રહ્યો છે. છેલ્લી બે ટી-20માં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જો કે કોહલીએ રાહુલનું સમર્થન કરતા જણાવ્યું છે કે બ-ત્રણ મેચોની નિષ્ફળતાથી કોઈ બટ્સમેને ખરાબ બની જતો નથી.

અમદાવાદઃ  ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ચોથી ટી-20 રમાશે. ત્રણ મેચની સમાપ્તિ બાદ પ્રવાસી ટીમ 2-1થી આગળ છે. ભારતે શ્રેણી જીવંત રાખવા આજની મેચ કોઈપણ હિસાબે જીતવી પડે તેમ છે. આ દરમિયાન સૌની નજર ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ પર રહેશે.

રાહુલના સમર્થનમાં શું કહ્યું કોહલીએ

લોકેશ રાહુલ ટી-20 સીરિઝમાં સદંતર ફ્લોપ રહ્યો છે. છેલ્લી બે ટી-20માં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જો કે કોહલીએ રાહુલનું સમર્થન કરતા જણાવ્યું છે કે બ-ત્રણ મેચોની નિષ્ફળતાથી કોઈ બટ્સમેને ખરાબ બની જતો નથી. રાહુલ ચેમ્પિયન ખેલાડી છે. કોહલી ઉપરાંત ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ વિક્રમ રાઠોર પણ રાહુલના સમર્થનમાં આવ્યો છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો ભારતનો શાનદાર ખેલાડી ગણાવ્યો હતો.

ભારત માટે શું છે ચિંતાજનક વાત

ભારત માટે ચિંતાજનક બાબત ઓપનિંગ જોડીની નિષ્ફળતા છે. ભારતની ઓપનિંગ જોડી ત્રણ મેચમાં હજી સુધી ડબલ ફિગરની ભાગીદારી નોંધાવી શકી નથી. પહેલી મેચમાં શિખર ધવન અને રાહુલે ઓપનિંગ કર્યુ હતુ અને બંને નિષ્ફળ ગયા હતા. બીજી મેચમાં ઇશાન કિશન અને રાહુલે ઓપનિંગ કર્યુ હતુ અને તેમા રાહુલ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. ત્રીજી મેચમાં રોહિત શર્મા અને રાહુલે ઓપનિંગ કર્યુ હતું અને બંને ઓપનરો નિષ્ફળ ગયા હતા. જો ભારતે શ્રેણી વિજયની આશા જીવંત રાખવી હોય તો ઓપનિંગ જોડીએ સારો દેખાવ કરવો પડશે. લોકેશ રાહુલની નિષ્ફળતા બાદ આજે તેને બહાર કરવામાં આવી શકે છે અને તેના સ્થાને રોહિત શર્માના જૂના જોડીદાર શિખર ધવનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ચોથી ટી-20ની સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ

Gujarat Corona Impact: કોરોના વકરતાં અમદાવાદ-સુરતમાં શું શું બંધ ?  જાણો એક ક્લિકમાં

Surat Corona Update: સુરત બન્યું કોરોનાનું હોટસ્પોટ, અઠવાડિયામાં નોંધાયા 1500થી વધુ કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
Embed widget