IND vs ENG 5th T20 : આજે ફાઇનલ મેચ, સીરિઝ જીતવા બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ
ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝનો આજે ફાઇનલ મુકાબલો છે. આજે ફાઇનલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે રમાશે.
India vs England 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી 20 સીરિઝ રોમાંચક મોડ પર છે. ચૌથી ટી-20માં ભારતની જીત બાદ સીરીઝ 2-2ની બરોબરી પર છે. આ સ્થિતિમાં બંને ટીમની નજર ફાઇનલ જીતીને સીરીઝને પોતાના નામ કરવા પર રહેશે.
આ સીરીઝમાં પહેલા ત્રણ મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમે જિત્યા બહતા. પરંતુ ચોથા મેચમાં ટીમ ઇન્ડિયા લક્ષ્યનો બચાવ કરવામાં સફળ રહી. ભારતે આ સીરીઝમાં 2 મેચ જિત્યા છે. પહેલી જીતમાં ઇશાન કિશન અને બીજી જીતમાં સૂર્ય કુમાર યાદવની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
આ મેચમાં સલામી બેટસમેન રાહુલનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે. રાહુલે આ સીરિઝમાં ક્રમશ 01,00, 00, અને 14 રન કર્યાં હતા. આ તેમના કરિયરની આ સૌથી ખરાબ સીરિઝ છે. જો કે ટીમના કેપ્ટન વિરાટ અને ટીમ મેનેજમેન્ટને તેમની પ્રતિભા પર હજું વિશ્વાસ છે.
ફાઇનલ મુકાબલા માટે બંને ટીમ આ પ્રકારે છે
ભારતીય ટીમ: વિરાટ કોહલી, (કેપ્ટન) રોહિત શર્મા, કે.એલ. રાહુલ,શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, (વિકેટ કીપર) ઇશાન કિશન, (વિકેટ કીપર) યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, રાહુલ તેવતિયા. ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપર ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર
ઇંગ્લન્ડ ટીમ: ઇયોન મોર્ગન (કેપ્ટન) મોઇન અલી, જોફ્રો આર્ચર, જોની બેયરરસ્ટો, સૈમ બિલિગ્સ, જોસ બટલર (વિકેટ કિપર) સૈમ કર્રન, ટોમ કર્રન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિગ્સ્ટોન, ડેવિડ મલાન, આદિલ, સાશિદ. જેસન રોય. બેન સ્ટોક્સ, રીસ ટોપ્લે અને માર્ડ વૂડ.
રિપોર્ટ મુજબ સીરિઝનો ફાઇનલ મુકાબલો ધીમી પીચ પર રમાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે આ મેચને પહેલા અને ત્રીજા મુકાબલામાં તેજ બોલરને મદદ મળી રહી છે. જેના કારણે ઇગ્લેન્ડની તેજ બોલર ભારતીય બેટસમેન પર હાવિ થઇ ગયા. જો કે ચોથા મુકાબલામાં પીચ ખૂબ જ સ્લો હતી. જેના લીધી તેજ બોલરને વધુ બાઉન્સ ન હતા મળ્યાં. પાંચમી ટી-20 પણ પિચ સ્પિનર્ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.