શોધખોળ કરો
ચોથી ટેસ્ટમાં હાર ભારતીય ટીમ માટે બની શકે છે ખતરો, ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે છે મહત્વની, જાણો વિગતે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ અમદાવાની ડે-નાઇટ ટેસ્ટ જીતીને 2-1થી આગળ આવી ગઇ છે. આવામાં હવે સીરીઝની એકમાત્ર ટેસ્ટ બાકી રહી છે, જે ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મોટેરાની ટેસ્ટમાં ભારતીય ટીમ 10 વિકેટ જીત મેળવતાં જ ભારતને મોટો ફાયદો થયો છે. ટીમ ઇન્ડિયા હવે 71 પૉઇન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની નજીક પહોંચી ગઇ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં અગાઉથી ન્યૂઝીલેન્ડની ટીમે જગ્યા બનાવી લીધી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ અમદાવાની ડે-નાઇટ ટેસ્ટ જીતીને 2-1થી આગળ આવી ગઇ છે. આવામાં હવે સીરીઝની એકમાત્ર ટેસ્ટ બાકી રહી છે, જે ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે. આગામી ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4થી માર્ચે મોટેરા સ્ટેડિયમમાં જ રમાવવાની છે. આ ટેસ્ટ મેચ ભારતે જીતવી પડશે કાં તોં ડ્રો કરાવવી પડશે. જો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતશે તો ભારત માટે ખતરો ઉભો થઇ શકે છે.
આગામી 18 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ લૉર્ડ્સમાં રમાવવાની છે. હાલ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. જ્યારે હાલ ભારત પાસે 71 પૉઇન્ટ છે અને હાર મળ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ 64.1 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે. જો ચોથી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતે છે તો સીરીઝ 2-2થી ડ્રૉ થશે અને આ સાથે જ ત્રીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સીધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી જશે. હાલમાં ન્યૂઝીલેન્ડ એક નંબર પર, ભારત બીજા નંબર પર અને ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડ ચોથા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
