શોધખોળ કરો
ભારત હવે ઘરેલુ મેદાન પર ઇંગ્લેન્ડ સામે ટકરાશે, જાણો ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનું આખુ શિડ્યૂલ.....
આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.....

(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને સ્વદેશ પરત ફરેલી ભારતીય ટીમનો જુસ્સો આસમાને દેખાઇ રહ્યો છે. યાદગાર પરફોર્મન્સ આપીને ટીમ ઇન્ડિયાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી દીધી છે. પરંતુ હવે ટીમ ઇન્ડિયાની ટક્કર બીજી દમદાર ટીમ ઇંગ્લેન્ડ સામે થવાની છે. આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ..... ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.... ટેસ્ટ સીરીઝ.... પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે ટી20 સીરીઝ.... પ્રથમ ટી20 12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે બીજી ટી20 14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ત્રીજી ટી20 16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ચોથી ટી20 18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે પાંચમી ટી20 20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે વનડે સીરીઝ... પ્રથમ વનડેઃ 23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે બીજી વનડેઃ 26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે ત્રીજી વનડેઃ 28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
વધુ વાંચો




















