IND vs ENG: રાજકોટમાં જયસ્વાલનો જલવો, યશસ્વીની શાનદાર સદી અને ગિલની ફિફ્ટી, મજબૂત સ્થિતિમાં ટીમ ઈન્ડિયા
Yashasvi Jaiswal Century: ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ચાલુ છે. રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે માત્ર 122 બોલમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી છે.
Yashasvi Jaiswal Century: ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ચાલુ છે. રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે માત્ર 122 બોલમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી યશસ્વી જયસ્વાલ 122 બોલમાં 100 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી આ ઓપનરે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી છે. આ સાથે જ ભારતીય ટીમનો સ્કોર 1 વિકેટે 158 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયાની લીડ વધીને 284 રન થઈ ગઈ છે. તો બીજી તરફ સામે છેડે શુભમન ગિલ પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. હાલમાં ગિલ 101 બોલમાં 56 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે.
A leap of joy to celebrate his second century of the series 🙌
— BCCI (@BCCI) February 17, 2024
Well played, Yashasvi Jaiswal 👏👏#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/pdlPhn5e3N
રોહિત વહેલો પેવેલિયન પરત ફર્યો, પરંતુ યશસ્વીએ બોલરોનો ક્લાસ લીધો...
આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 126 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે ઈંગ્લિશ બોલરોની ધોલાઈ કરી હતી. બંને બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા હતા. ખાસ કરીને યશસ્વી જયસ્વાલ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો.
FIFTY 🆙 for Shubman Gill!
— BCCI (@BCCI) February 17, 2024
He reaches his half-century with a stylish maximum 💥#TeamIndia's lead over 300 now 👏👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/oDV3IZp3Fm
રાજકોટ ટેસ્ટમાં શું શું થયું?
ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટે પ્રથમ દાવમાં 153 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ આ પછી બાકીના ઇંગ્લિશ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને બેન ફોક્સ જેવા બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહમ્મદ સિરાજે 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને 2-2 સફળતા મળી હતી. જસપ્રિત બુમરાહ અને રવિ અશ્વિને 1-1 ઈંગ્લિશ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.