IND vs IRE: 11 મહિના બાદ મેદાનમાં ઉતરેલા બુમરાહે મચાવ્યો કહેર, પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપી નોંધાવ્યો અનોખો રેકોર્ડ
Ireland vs India, 1st T20I: ડબલિનના ધ વિલેજ ખાતે રમાઈ રહેલી પ્રથમ T20માં, આયર્લેન્ડે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. પ્રથમ ઓવરથી જ ભારતીય બોલરોએ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું.
Ireland vs India, 1st T20I: ડબલિનના ધ વિલેજ ખાતે રમાઈ રહેલી પ્રથમ T20માં, આયર્લેન્ડે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. પ્રથમ ઓવરથી જ ભારતીય બોલરોએ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર જસપ્રિત બુમરાહે પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે 11 મહિના બાદ વાપસી કરીને જોરદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા 2022માં જ્યારે તેણે ઈજા પહેલા છેલ્લી મેચ રમી ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના 50 રન આપ્યા હતા, પરંતુ 327 દિવસ બાદ મેદાનમાં ઉતરેલા બુમરાહે આયર્લેન્ડ સામે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેની છેલ્લી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. લાંબા સમયથી મેદાનની બહાર રહેસ જસપ્રીત બુમરાહ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે અર્શદીપને પાછળ છોડી દીધો છે.
That's some comeback! 👏 👏
— BCCI (@BCCI) August 18, 2023
Jasprit Bumrah led from the front and bagged the Player of the Match award as #TeamIndia win the first #IREvIND T20I by 2 runs via DLS. 👍 👍
Scorecard - https://t.co/cv6nsnJY3m | @Jaspritbumrah93 pic.twitter.com/2Y7H6XSCqN
આયર્લેન્ડે એક સમયે માત્ર 31 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી પણ યજમાન ટીમ 139 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે બેરી મેકકાર્થીએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 4 છગ્ગા નીકળ્યા હતા.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્નીએ મેચના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ ત્યાર બાદ જસપ્રિત બુમરાહે તેને બીજા જ બોલ પર બોલ્ડ કર્યો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર લોર્કન ટકર પણ પ્રથમ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.આ પછી આયર્લેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. આયર્લેન્ડની અડધી ટીમ માત્ર 31 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ દરમિયાન એન્ડ્રુ બલબિર્ની 04, લોર્કન ટકર 00, હેરી ટેક્ટર 09, પોલ સ્ટર્લિંગ 11 અને જ્યોર્જ ડોકરેલ 01 રન બનાવીને આઉટ થયા હતા.
આ પછી કર્ટિસ કેમ્ફર અને માર્ક અડાયરે બાજી સંભાળી હતી, પરંતુ આયર્લેન્ડની છઠ્ઠી વિકેટ પણ 59ના કુલ સ્કોર પર પડી હતી. અડાયર 16 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
જો કે આ પછી બેરી મેકકાર્થી અને કર્ટિસ કેમ્પરે સાતમી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. આયર્લેન્ડના બેટ્સમેનોએ છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા. કર્ટિસ કેમ્ફરે 33 બોલમાં એક છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આ સાથે જ બેરી મેકકાર્થીએ માત્ર 33 બોલમાં તોફાની અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર 139 સુધી પહોંચાડ્યો હતો. મેકકાર્થીના બેટમાંથી 4 ચોગ્ગા અને 4 છગ્ગા નીકળ્યા હતા.