IND vs NZ:ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 માં 65 રનથી જીત મેળવી, ચહલની 2 વિકેટ
ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
![IND vs NZ:ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 માં 65 રનથી જીત મેળવી, ચહલની 2 વિકેટ ind vs nz 2nd t20i india won match by 65 runs against new zealand IND vs NZ:ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 માં 65 રનથી જીત મેળવી, ચહલની 2 વિકેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/c3e47a6c6a99b63773599fd8ffa6e6aa1668940468058344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Zealand vs India, 2nd T20I: ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
A convincing victory for #TeamIndia as they beat New Zealand by 65 runs with 7 deliveries to spare.
— BCCI (@BCCI) November 20, 2022
India lead the series 1-0.
Scorecard - https://t.co/mIKkpD4WmZ #NZvIND pic.twitter.com/BQXGGGgbx5
ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેમ્સ નીશમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમતા આક્રમક સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલનો સામનો કરીને અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા 13-13 રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
હુડ્ડાએ ખતરનાક બોલિંગ કરી હતી
દીપક હુડ્ડાએ ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 2.5 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઈશ સોઢીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલરને વિકેટ મળી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)