IND vs NZ 2nd Test: વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સ્થાન મળશે કે નહીં? ગંભીરે પુણે ટેસ્ટ અગાઉ આપ્યો જવાબ
IND vs NZ 2nd Test: પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે વોશિંગ્ટન સુંદરને ભારત માટે સારો વિકલ્પ ગણાવ્યો હતો
Washington Sundar IND vs NZ: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વોશિંગ્ટન સુંદર પર પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણેમાં રમાશે. સુંદરને આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. તે બેંગ્લોર ટેસ્ટ માટે ટીમ સાથે જોડાયો ન હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગંભીરે વોશિંગ્ટન સુંદરની પ્રશંસા કરી હતી. તેમણે વોશિંગ્ટન સુંદરના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાને લઇને પ્રતિક્રિયા આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે વોશિંગ્ટન સુંદરને ભારત માટે સારો વિકલ્પ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે , “ન્યૂઝીલેન્ડ પાસે ઘણા ડાબા હાથના બેટ્સમેન છે. અમે એવા બોલરની શોધમાં હતા જે તેમની સામે સારી બોલિંગ કરે. અમે હજુ પ્લેઈંગ ઈલેવન નક્કી કરી નથી. પરંતુ વોશિંગ્ટન સુંદર એ આપણા માટે સારો વિકલ્પ છે. અમે ટોસ પહેલા પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું, સુંદર ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ તેને ભારત માટે અત્યાર સુધી ઓછી મેચ રમવાની તક મળી છે.
સુંદરનો અત્યાર સુધીનો રેકોર્ડ
વોશિંગ્ટન સુંદરે ભારત માટે અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 6 વિકેટ ઝડપી છે. સુંદરનું એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89 રનમાં 3 વિકેટ લેવાનું હતું. સુંદરે ભારત માટે 4 ઇનિંગ્સમાં 265 રન બનાવ્યા છે. આ દરમિયાન 96 અણનમ રન સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 22 ODI મેચ પણ રમી છે. જેમાં 23 વિકેટ ઝડપી હતી.
બેંગ્લોર ટેસ્ટમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ગુરુવારથી પુણેમાં રમાશે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે પ્લેઈંગ ઈલેવન હજુ નક્કી નથી. આનો નિર્ણય મેચના દિવસે જ થશે. જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે સુંદરને તક આપવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 2 બદલાવની શક્યતા, જાણો કોણ થશે બહાર ?