શોધખોળ કરો

IND vs NZ, 3rd ODI: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા આપ્યો 386 રનનો ટાર્ગેટ, રોહિત-ગિલની સદી

IND vs NZ: મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા.

IND vs NZ, 3rd ODI: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન,  ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું.  ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનેર 76 રનમાં 3 વિકેટ લીધી હતી.

ઓપનરોએ અપાવી મજબૂત શરૂઆત

ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માં 85 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રન અને શુબમન ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 112 રન બનાવ્યા હતા. આ બંને આઉટ થયા બાદ મિડલ ઓર્ડરે ઝડપી રન બનાવવાના ચક્કરમાં વિકેટો ગુમાવી હતી. હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે ભારતને 385 રન સુધી પહોંચાડ્યું હતું.

ગિલે બનાવ્યો મોટો રેકોર્ડ

શુભમન ગિલ 3 મેચની દ્વીપક્ષીય વન ડે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. ગિલે વર્તમાન સીરિઝમાં 360 રન બનાવ્યા છે. આ પહેલા બાબર આઝમે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 360 રન, ઈમ્યુઅલ કાયસે 2018માં ઝીમ્બાબ્વે સામે 349 રન, ક્વિન્ટન ડીકોકે ભારત સામે 2013માં 342 અને માર્ટિન ગપ્ટિલે 2013માં ઈંગ્લેન્ડ સામે 330 રન બનાવ્યા હતા.

રોહિત શર્માએ 3 વર્ષ બાદ વન ડેમાં ફટકારી સદી

રોહિત શર્મા આ મેદાન પર . બીજી મોટી ઇનિંગ્સ ચૂકી ગયો અને માત્ર 101 રન બનાવીને તેની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારી હતી. હવે 3 વર્ષ બાદ તેણે જાન્યુઆરીમાં ફરી સદી ફટકારી છે. રોહિતે ઓગસ્ટ 2022માં ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે નવેમ્બર 2018માં T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા કેપ્ટન રોહિત ટોપ ફોર્મમાં છે તે રાહતના સમાચાર છે.

ભારતે બે ફેરફાર કર્યા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા , શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.

આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે

હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget