IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. દુબઈમાં આયોજિત આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમ કરતા અનેક ગણા વધુ લોકો આ મેચ ઓનલાઈન સ્ટ્રીમ કરી રહ્યા હતા અને અહીં ઇતિહાસ રચાયો હતો. એક સમયે ફાઇનલ મેચ સ્ટ્રીમ કરનારા લોકોની સંખ્યા 90 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ પોતાનામાં એક નવો રેકોર્ડ છે.
દર્શકોની સંખ્યા 90 કરોડ સુધી પહોંચી
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 251 રન કર્યા હતા. ભારતીય ટીમે આ મેચ 6 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. આ મેચ JioHotstar પર લાઈવ સ્ટ્રીમ થઈ રહી હતી અને અહીં દર્શકોની સંખ્યાના બધા રેકોર્ડ તૂટી ગયા હતા. JioHotstar ના ડેટા અનુસાર, એક સમયે વિશ્વભરમાં 90 કરોડ લોકો આ મેચ જોઈ રહ્યા હતા. દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ આ એક નવો રેકોર્ડ છે. તેણે 2017માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચના દર્શકોનો રેકોર્ડ (36.6 કરોડ) પણ તોડી નાખ્યો છે.
આ ટુર્નામેન્ટમાં ઘણા રેકોર્ડ બન્યા
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ક્રિકેટના ઘણા નવા રેકોર્ડ જ બન્યા નહીં, પરંતુ દર્શકોની દ્રષ્ટિએ પણ ઘણા રેકોર્ડ જોવા મળ્યા હતા. ૨૩ ફેબ્રુઆરીએ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને 60.2 કરોડ દર્શકો મળ્યા હતા. તેવી જ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ પણ 66 કરોડ લોકોએ સ્ટ્રીમ કરી હતી.
ઓછી કિંમતે સ્ટ્રીમ કરવાની તક મળી રહી છે
JioHotstar પર ક્રિકેટ સહિત ઘણી રમતોનું લાઇવ સ્ટ્રીમિંગ થાય છે. કંપની સસ્તા પ્લાન દ્વારા લોકોને તેનો આનંદ માણવાની તક આપી રહી છે. JioHotstar નો સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયાનો છે. આ જાહેરાત-સપોર્ટેડ પ્લાન 3 મહિના સુધી ચાલે છે. એક વર્ષનો જાહેરાત-સપોર્ટેડ પ્લાન 449 રૂપિયામાં મેળવી શકાય છે. 1499 રૂપિયામાં એક વર્ષનો પ્રીમિયમ પ્લાન મેળવી શકાય છે.
ભારતની જીત પર વિરાટ કોહલીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- આગામી 8 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની સામે...."