IND vs NZ T20 Warm-Up Match: T20 વર્લ્ડ કપમાં વરસાદ બની રહ્યો છે વિધ્ન, અત્યાર સુધી આટલી મેચો રદ કરવી પડી
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની બીજી અભ્યાસ મેચ બુધવારે વરસાદના કારણે રદ થઈ ગઈ છે.
India vs New Zealand T20 Warm-Up Match T20 World Cup 2022: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની બીજી અભ્યાસ મેચ બુધવારે વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આઈસીસીએ આ સમાચારની પુષ્ટી કરી છે કે, મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગાબ્બામાં આયોજીત વોર્મ અપ મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે.
ભારતે પોતાની પ્રથમ અભ્યાસ મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયાને રોમાંચક ગેમમાં 6 રનથી હરાવ્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાની અભ્યાસ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટથી હારી ગયું હતું.
ટી 20 વર્લ્ડ કપમાં વરસાદ બની રહ્યો છે વિલનઃ
તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ થઈ તે પહેલાં પણ અન્ય દેશોની રમતોમાં વરસાદ વિલન બની ચુક્યો છે. દક્ષિણ આફ્રિકાની બાંગ્લાદેશ સામેની બીજી અભ્યાસ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંક્યા વગર રદ્દ થઈ હતી જ્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચમાં વરસાદના કારણે કોઈ પરિણામ નિકળ્યું નહોતું.
પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 62 રનથી હરાવનાર અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ પર 154 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ ટાર્ગેટમાં સામે 2.2 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા 19 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદ શરુ થઈ ગયો હતો અને મેચ આગળ વધી શકી નહોતી.
ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્ષદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડ્ડા.
ટીમ ન્યૂઝિલેન્ડઃ ડેવોન કોનવે (વિકેટકીપર), ફિન એલન, માર્ટિન ગપ્ટિલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૈપમૈન, મિશલ સેંટનર, એડમ મિલ્ને, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, માઈકલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ.
Match at The Gabba has been called off due to persistent rains. pic.twitter.com/pWSOSNBWz1
— BCCI (@BCCI) October 19, 2022
આ પણ વાંચો....