(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: એશિયા કપની મેચોનું ટિકિટ બુકિંગ શરુ થતાં જ વેબસાઈટ ક્રેશ, ભારત-પાક. મેચની બંપર માંગ
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે.
IND vs PAK: એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે 20 ઓગસ્ટે રવાના થશે. આ મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. ભારત અને પાકિસ્તાનની આ મેચની ટિકિટની માંગ પણ બમ્પર છે. તમે ટિકિટની માંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે મેચની ટિકિટ બુક કરવા માટે શરુ થયેલી સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે.
ઝડપથી થઈ રહ્યું છે ટિકિટનું વેચાણઃ
પ્લેટિનમલિસ્ટ, યુએઈમાં મેચની ટિકિટ બુક કરવા માટેની સૌથી લોકપ્રિય વેબસાઇટ્સમાંની એક છે. 15 ઓગસ્ટના બપોરે 12 વાગ્યા સુધી, વેબસાઇટના ટ્રાફિકમાં 70 હજારનો બમ્પર વધારો થયો છે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ આપવામાં વિલંબથી ચાહકો પહેલેથી જ નારાજ હતા. ભારત અને પાકિસ્તાન બંને ટીમોને પ્રશંસકોનો ઘણો સપોર્ટ મળે છે. જો કે, વેબસાઈટ ક્રેશ થયા પછી, ટિકિટ મેળવવામાં દર્શકોને ઘણો વિલંબ કરવો પડી રહ્યો છે. બીજી તરફ, અધિકૃત ટિકિટિંગ પાર્ટનર વેબસાઇટે કેટલાક કિસ્સાઓમાં 6 મિનિટથી 40 મિનિટ સુધીના રાહ જોવાના સમય સાથે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કતાર લગાવી છે. ભારત-પાકિસ્તાનની મેચોની ટિકિટ મેળવવા માટે હંમેશા રસાકસી થતી જોવા મળે છે. બંને દેશના ચાહકો આ મેચને ચૂકવા માંગતા નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચઃ
મહત્વપૂર્ણ છે કે, એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ સ્ટેજ પછી સુપર-4માં પણ આમને-સામને થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ સ્ટેજની મેચ 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. એશિયા કપ 2022 ની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાનાર છે.
આ પણ વાંચોઃ