IND vs PAK: એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી આપી ભુંડી હાર, આ રહ્યા જીતના હીરો
Asia Cup 2023: નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 229 રનથી જીતી ગઈ.
IND vs PAK, Asia Cup 2023: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10 સપ્ટેમ્બર)ના રોજ શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારતે 24.1 ઓવરમાં રમત બંધ થતાં સુધીમાં 147 રન બનાવી લીધા હતા. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 229 રનથી જીતી ગઈ.
ભારતે બનાવ્યા હતા 356 રન
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
Largest margin of victory for 🇮🇳 against Pakistan in men's ODIs ✅
A terrific result for India 👏#AsiaCup2023 | #PAKvIND | https://t.co/lVQWhUIzlk pic.twitter.com/V7XGWldfyt — ICC (@ICC) September 11, 2023
ભારતની જીતના હીરો
- વિરાટ કોહલીઃ આ મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતી.
- કેએલ રાહુલઃ 5 મહિના બાદ મેદાન પર વાપસી કરતાં કેએલ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 2 સિક્સલ સામેલ હતી.
- કુલદીપ યાદવઃ ચાઈનામેન કુલદીપ યાદવે 25 રનમાં 5 વિકેટ લીધી હતી. પાકિસ્તાનની પડેલી 8માંથી 5 વિકેટ કુલદીપના ફાળે ગઈ હતી, જેના પરથી તેની કાતિલ બોલિંગનો અંદાજ લગાવી શકાય છે.
- આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 56 રન અને શુભમન ગિલ 58 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહે 18 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 17 રનમાં 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 16 રનમાં 1 વિકેટ ઝડપી હતી.
વન ડે એશિયા કપમાં સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ
- 233 રન * વિરાટ કોહલી – કેએલ રાહુલ, કોલંબો, 2023
- 231 રન – નવજોતા સિદ્ધુ- સચિન તેંડુલકર, શારજહાં, 1996
- 210 રન – શિખર ધવન – રોહિત શર્મા, દુબઈ, 2018
- 201 રન – રાહુલ દ્રવિડ – વિરેન્દ્ર સેહવાગ, કોચી, 2005
FIFER for Kuldeep Yadav 👏 👏
— BCCI (@BCCI) September 11, 2023
A resounding 228-run win for #TeamIndia - the biggest win for India in the ODIs against Pakistan (by runs) 🙌 🙌
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/cl2q5I7j1p
આ પણ વાંચોઃ
Asia Cup 2023: ભારતે પાકિસ્તાન સામે બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
Kohli ODI Century: એશિયા કપમાં પાકિસ્તાન સામે કોહલીએ સદી ફટકાર્યા બાદ અનુષ્કા શર્માએ શું કરી પોસ્ટ ?