IND vs PAK, World Cup 2023 : વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે સતત 8મી જીત, 7 વિકેટથી આપી હાર
આજે આઇસીસી વનડે વર્લ્ડકપની 12મી મેચ બે કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાઇ રહી છે, આજે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
LIVE
Background
ODI World Cup 2023, IND Vs PAK: આજે આઇસીસી વનડે વર્લ્ડકપની 12મી મેચ બે કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાઇ રહી છે, આજે ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચે આમને સામને ટક્કર ક્રિકેટના મેદાનમાં થવાન છે. એકબાજુ રોહિતની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન પર સતત પોતાની આઠમી જીત પર નજર જમાવીને બેઠી છે, તો બીજીબાજુ પાકિસ્તાનની બાબર સેના વનડે વર્લ્ડકપમાં ભારત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઇ રહ્યું છે. આજે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
ભારતની શાનદાર જીત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.
રોહિત શર્મા 86 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
ટીમ ઈન્ડિયાએ 22મી ઓવરમાં 156ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા માત્ર 63 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 23 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 161 રન છે.
રોહિત 300 ODI સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
રોહિત શર્માની અડધી સદી
રોહિત શર્માએ પાકિસ્તાન સામે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્મા અને શ્રેયસ બંને હાલ મેદાનમાં છે.
રોહિત શર્માએ અડધી સદી ફટકારી, ભારતનો સ્કોર 100ને પાર થયો
રોહિત શર્માએ માત્ર 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. 14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 101 રન છે.