IND vs SA: કેપ્ટન રાહુલે મચાવી તબાહી, વિરાટ અને ગાયકવાડની સદી; ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 359 રનનો લક્ષ્યાંક
IND vs SA 2nd ODI Scorecard: પહેલા બેટિંગ કરતા ભારતે બીજી ODIમાં 358 રન બનાવ્યા. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી અને +તુરાજ ગાયકવાડે સદી ફટકારી.

India Vs South Africa: વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની સદીઓના કારણે ભારતે બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 359 રનનો લક્ષ્યાંક આપ્યો. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે ભારત સતત 20મી વનડેમાં ટોસ હારી ગયું. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Klassy and stylish! 😎#TeamIndia finish the innings on a high 🙌
— BCCI (@BCCI) December 3, 2025
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#INDvSA | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/NCfZdISnt2
ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા. કેપ્ટન કેએલ રાહુલ 66 અને રવિન્દ્ર જાડેજા 24 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને સ્કોર 350 સુધી પહોંચાડ્યો. રાહુલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી.
આ અગાઉ, વિરાટ કોહલી (102 રન) એ પોતાની સતત બીજી મેચમાં સદી ફટકારી. ઋતુરાજ ગાયકવાડે પણ 105 રન બનાવ્યા, જે તેની પહેલી વનડે સદી હતી. યશસ્વી જયસ્વાલ 22 અને રોહિત શર્મા 14 રન બનાવીને આઉટ થયા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન બે વિકેટ લીધી, જ્યારે નાંદ્રે બર્ગર અને લુંગી ન્ગીડીએ એક-એક વિકેટ લીધી. એક બેટ્સમેન રન આઉટ થયો.
રાંચી વનડેમાં સદી ફટકારનાર રોહિત શર્મા આ વખતે ફક્ત 14 રન બનાવીને શરૂઆતમાં આઉટ થઈ ગયો. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ સતત બીજી મેચમાં નિષ્ફળ ગયો અને 22 રન જબનાવી શક્યો. ત્યારબાદ વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે બાજી સંભાળી. તેમણે 195 રનની ભાગીદારી કરીને ભારતને રમતમાં પાછું લાવ્યું.
સૌપ્રથમ, ઋતુરાજ ગાયકવાડે માત્ર 77 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ભારતીય બેટ્સમેન દ્વારા દક્ષિણ આફ્રિકા સામે વનડે ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. દક્ષિણ આફ્રિકા સામે સૌથી ઝડપી ભારતીય વનડે સદી યુસુફ પઠાણના નામે છે, જેમણે 2011માં 68 બોલમાં સદી ફટકારી હતી.
ભારત પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ટોની ડી જ્યોર્જી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર અને લુંગી એન્ગિડી.




















