IND vs SA: સાઉથ આફ્રિકા સામે બે દિવસમાં જ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી બીજી ટેસ્ટ, સિરીઝ 1-1થી બરાબર
IND Vs SA, Match Highlights: કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન હતું. સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઈનિંગમાં 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.
IND Vs SA, Match Highlights: કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન હતું. સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઈનિંગમાં 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 98 રનથી પાછળ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં 176 રન બનાવી શકી હતી. આ રીતે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.
𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8— BCCI (@BCCI) January 4, 2024
બીજા દિવસે જ ભારતે બીજી ટેસ્ટ જીતી લીધી હતી. આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 153 રન બનાવ્યા અને 98 રનની મહત્વની લીડ મેળવી લીધી. આ પછી બીજા દાવમાં યજમાન ટીમે એડમ માર્કરામની સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ ત્રણ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી.
બુધવારે ન્યૂલેન્ડ્સના મેદાનમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારત પણ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 153 રન જ બનાવી શક્યું હતું. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 98 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 176 રન બનાવ્યા હતા. છેલ્લી ઇનિંગ્સમાં ટીમ 78 રનથી આગળ હતી, આથી ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 12મી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારત તરફથી ઝડપી બોલરોએ 20 વિકેટ લીધી હતી
આ મેચમાં ભારતીય ઝડપી બોલરોએ કમાલ કરી હતી અને તમામ 20 વિકેટો લીધી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુકેશ કુમારને 2 સફળતા મળી. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.