શોધખોળ કરો

IND vs SA: દ. આફ્રિકાએ ભારતને 49 રનથી હરાવ્યું, રુસોનું શાનદાર શતક, ભારતના બેટ્સમેન ના ચાલ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાઈ. દક્ષિણ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દ. આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો

IND vs SA 3rd T20 Match Highlights: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 178 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે રિલે રુસોએ 48 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 100 રનની સદી ફટકારી હતી. જો કે, 228 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ માત્ર 18.3 ઓવર પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

ભારતની ખરાબ શરુઆત રહીઃ

228 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરુઆત રહી હતી. ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માની વિકેટ રુપે લાગ્યો હતો. રોહિત શર્મા 0 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ સમયાંતરે સતત ભારતની વિકેટ પડી રહી હતી. રોહિત બાદ તરત જ શ્રેયસ અય્યર 1 રન, ઋષભ પંત 27 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ દિનેશ કાર્તિકે બાજી સંભાળી હતી અને શાનદાર 46 રનની ઈનિંગ રમી હતી. આજની મેચમાં સુર્યકુમાર યાદવ કંઈ ખાસ રન ના બનાવી શક્યો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયા હતો.

ભારત ઓલ આઉટ થયુંઃ

ત્યાર બાદ આવેલા અક્ષર પટેલ અને હર્ષલ પટેલે થોડી વાર માટે વિકેટ ટકાવી હતી. પરંતુ તેમની પાર્ટનરશીપ લાંબી ના ટકી અને અક્ષર પટેલ 9 રન અને હર્ષલ 17 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ અશ્વીન 2, દિપક ચહર 31 અને મોહમ્મદ સિરાઝે 5 રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવ 20 રન સાથે અણનમ રહ્યો. આમ ભારતે 10 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયસે 3 વિકેટ, નગીડી, કેશવ મહારાજ અને પરનેલે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારતને 228 રનનો ટાર્ગેટ મળ્યો

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 227 રન બનાવ્યા હતા. સુકાની ટેમ્બા બાવુમાને શરૂઆતમાં ગુમાવવા છતાં, દક્ષિણ આફ્રિકાએ આક્રમણ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને ભારતીય બોલરોને દબાણમાં લાવ્યા હતા. ભારતને ક્લીન સ્વીપ કરવા માટે 228 રન બનાવવાની જરૂર છે.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચમી ઓવરમાં 30 રનના કુલ સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ક્વિન્ટન ડી કોક અને રિલે રુસો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ 90 રનની ભાગીદારી થઈ હતી. ડી કોકે 43 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી અને ત્યારબાદ તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન ડી કોકે 2000 T20 ઈન્ટરનેશનલ રન પણ પૂરા કર્યા. આવું કરનાર તે દક્ષિણ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget