IND vs SL, Innings Highlight: ટી-20 સીરિઝની જીત સાથે શરૂઆત, પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાનો 62 રનથી વિજય
IND vs SL, 1st T20: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ આજથી શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ રમાશે.
LIVE
Background
Live Streaming Cricket India vs Sri lanka 1st T20: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ આજથી શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ રમાશે. એકબાજુ ભારતીય ટીમ છે જે વેસ્ટ ઇન્ડિઝના ટી20 સીરીઝમાં સુપડા સાફ કરીને આત્મવિશ્વાસથી ભરેલી છે, જ્યારે બીજી બાજુ શ્રીલંકન ટીમ ભારતીય પીચો પર છ વર્ષ બાદ પહેલીવાર જીત મેળવવા કોશિશ કરશે.
ટીમ ઇન્ડિયાની જીત
IND vs SL 1st T20: શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 62 રનથી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 137 રન બનાવી શકી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારત તરફથી ઇશાન કિશને શાનદાર 89 અને શ્રેયસ ઐય્યરે અણનમ 57 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમા ભુવનેશ્વર કુમારે અને વેંકટેશ ઐય્યરે બે-બે વિકેટ ઝડપી હતી.
ઐય્યર અને ઇશાન કિશનની શાનદાર બેટિંગ
શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓપનર ઈશાન કિશનના 89 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 199 રન બનાવ્યા હતા. ઈશાને રોહિત શર્મા (44) સાથે પ્રથમ વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. ઈશાન ઉપરાંત શ્રેયસ અય્યરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. શ્રેયસ 28 બોલમાં 57 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઇશાન કિશને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
ભારતને પ્રથમ સફળતા મળી
ભારતને પ્રથમ સફળતા મળી છે. પ્રથમ ઓવરમાં જ પ્રથમ બોલ પર પથુમ નિસંકા આઉટ થયો હતો તેને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો.
ઇશાન કિશનની આક્રમક બેટિંગ
પ્રથમ ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી ઇશાન કિશને 56 બોલમાં 89 રન ફટકાર્યા હતા. જ્યારે શ્રેયસ ઐય્યરે 28 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા હતા.
ઇશાન કિશનની અડધી સદી
ઇશાન કિશને 30 બોલમાં અડધી સદી પૂરી કરી છે. તેના કરિયરની આ બીજી અડધી સદી છે. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અડધી સદી પૂરી કરી હતી.