(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 2nd Test: શ્રીલંકાએ ભારત સામે નોંધાવ્યો બીજો સૌથી ઓછો સ્કોર, 109 રનમાં ઓલઆઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ બેંગાલુરુમાં રમાઈ રહી છે.
IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 24 રનમાં 5 વિકેટ, અશ્વીને 30 રનમાં 2, શમીએ 18 રનમાં 2 તથા અક્ષર પટેલે 21 રનમાં 1 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 86 રન નોંધાવ્યા હતા. શ્રીલંકાએ ભારત સામે તેનો બીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલા 1990માં ચંદીગઢમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ હતી.
Bowled out ☝
— ICC (@ICC) March 13, 2022
India take a little over five overs to bundle Sri Lanka out on day two for 109!#WTC23 | #INDvSL | https://t.co/g6fD3n4ID2 pic.twitter.com/4pqZqK9clF
પ્રથમ દિવસે શું થયું
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ભારત 59.1 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થયું હતું. શ્રેયસ અય્યરે 92 રન બનાવ્યા હતા. રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારીએ 31 અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. ભારતની છેલ્લા 5 વિકેટ 100થી વધુ રન ઉમેર્યા હતા.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા
પિંકબોલ ટેસ્ટમાં ભારતનો કેવો છે રેકોર્ડ
અત્યાર સુધી 3 ડેનાઈટ ટેસ્ટ રમી છે, જેમાંથી 2 માં જીત મળી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકન ટીમ 3 પિંક બોલ ટેસ્ટમાંથી 2 મેચ જીતી છે અને એક હારી છે.
રોહિતની 400મી આંતરરાષ્ટ્રીય મેચ
ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 400મી ઈન્ટરનેશનલ મેચ છે. ભારત માટે હિટમેને ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 400 મેચ રમાનારો રોહિત શર્મા 8મો ખેલાડી છે. તેણે અત્યારસુધી 230 વનડે, 125 T20 અને 45 ટેસ્ટ મેચ રમી છે.