IND vs SL: જાણો બન્ને ટીમો વચ્ચે T20Iમાં શું છે Head to Head રેકોર્ડ.......
ટી20 સીરીઝો માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. વળી, વનડે સીરીઝ માટે રોહિત શર્મા (Rohit Sharma) રેગ્યુલર કેપ્ટન તરીકે દેખાશે.
IND vs SL T20I Head to Head: ભારતીય ટીમ 2023ની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ ઘરેલુ સીરીઝોથી શરૂ કરશે. બન્ને વચ્ચે ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમશે. આમાં ટી20 સીરીઝની શરૂઆત 3 જાન્યુઆરીથી થશે. વળી, વનડે સીરીઝ 10 જાન્યુઆરીએ રમાશે. બીસીસીઆઇ (BCCI) તરફથી બન્ને સીરીઝો માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
ટી20 સીરીઝો માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. વળી, વનડે સીરીઝ માટે રોહિત શર્મા (Rohit Sharma) રેગ્યુલર કેપ્ટન તરીકે દેખાશે. જાણો પહેલા રમાયેલી ટી20 સીરીઝ માટે કઇ ટીમનું પલડુ ભારે છે........
ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી20 આંતરરાષ્ટ્રીય હેડ ટૂ હેડ -
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 17 મેચોમાં જીત નોંધાવી છે અને 8 મેચોમાં શ્રીલંકા વિજય રહી છે. બન્ને વચ્ચે એક મેચ પરિણામ વિનાની રહી છે. 2022માં રમાયેલી એશિયા કપમાં શ્રીલંકાએ ભારતીય ટીમને સુપર-4 માં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ હતુ.
ભારત અને શ્રીલંકા સીરીઝનું પુરેપુરુ શિડ્યૂલ -
શ્રીલંકન ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરશે, આ સીરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરીએ મુંબઇમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી મેચ અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. વળી, આ પછી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પણ રમશે. જેની પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકત્તામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
શ્રીલંકા સામે ટી-20 સીરિઝ માટેની ટીમ ઇન્ડિયા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર
ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન બનવા પર સૂર્યકુમાર યાદવે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ?
સૂર્યકુમારે જણાવ્યું હતું કે તેમના પિતાએ તેમને આ સમાચાર આપ્યા હતા. સૂર્યાએ કહ્યું, 'મારા પિતાએ મને ટીમની યાદી મોકલી હતી કારણ કે તે હંમેશા સોશિયલ મીડિયા પર હોય છે. તે પછી અમે એકબીજા સાથે વાત કરી. તેમણે મને બીજો ટૂંકો સંદેશ મોકલ્યો. તેમણે લખ્યું કે વધુ દબાણ ન લો અને તમારી બેટિંગનો આનંદ લો.
સૂર્યકુમારે કહ્યું હતું કે 'મેં આંખો બંધ કરીને મારી જાતને પૂછ્યું, શું આ ટીમ છે? તે મારા માટે એક સ્વપ્ન જેવું હતું. આ મારી વર્ષોની મહેનતનું ફળ છે. મેં જે વૃક્ષ વાવ્યું હતું તે આખરે ઉગ્યું છે અને હવે હું તેના ફળનો આનંદ માણી રહ્યો છું. જે રીતે વસ્તુઓ થઈ રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.