IND vs WI 1st ODI: ભારતીય ટીમ કાળી પટ્ટી બાંધીને કેમ ઉતરી છે મેદાનમાં ? જાણો વિગત
IND vs WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ વન ડે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
IND vs WI 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ વન ડે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. આ એક ઐતિહાસિક મેચ છે, કારણ કે ટીમ ઈન્ડિયા તેની 1000મી વન-ડે મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયા આવું કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે.
કેમ Team Indiaના ખેલાડી હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા, BCCI શું વીડિયો કર્યો શેર
આજે સવારે ભારતની કોકિલ કંઠી લતા મંગેશકરનું નિધન થતાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાનમાં ઉતરતાં પહેલા એક મિનિટનું મૌન પાળ્યું હતું. બીસીસીઆઈએ પણ લતા મંગેશકરને શ્રદ્ધાજંલિ આપતો વીડિયો શેર કર્યો છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, લતા મંગેશકરના સન્માનમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે.
#TeamIndia members observe a minute silence before start of play to pay their respects to Bharat Ratna Sushri Lata Mangeshkar ji.#RIPLataJi pic.twitter.com/YfP02zyiuA
— BCCI (@BCCI) February 6, 2022
દીપક હુડ્ડાએ કર્યુ ડેબ્યૂ
દીપક હુડ્ડાએ તાજેતરના સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે. વર્ષ 2021માં કૃણાલ પંડ્યા સાથેની તેની લડાઈ બાદ બરોડા ક્રિકેટ ટીમ છોડી દીધી હતી. તેના પર કાર્યવાહી કરતા બરોડા ક્રિકેટ એસોસિએશને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. દીપક હુડ્ડા રાજસ્થાન તરફથી રમે છે. આ ટીમ માટે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર રમત બતાવી હતી. દીપક હુડ્ડા મૂળ હરિયાણાના છે પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા તરફથી રમતા હતા. તેના પિતા એરફોર્સમાં હતા. આ કારણે તેમનું બાળપણ દેશના અલગ-અલગ શહેરોમાં વીત્યું. આ કારણોસર તેણે બરોડા તરફથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેના પિતા કબડ્ડી ખેલાડી રહી ચૂક્યા છે. દીપક હુડ્ડા ભારતની અંડર 19 ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તે વર્ષ 2014માં યોજાયેલા વર્લ્ડ કપનો ભાગ હતો. નવેમ્બર 2021માં, તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે છ મેચમાં 73.50ની એવરેજથી 294 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ચાર અડધી સદી ફટકારી હતી. આ રમતના આધારે તેણે ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે દાવો રજૂ કર્યો હતો. જો કે, અગાઉ જાન્યુઆરી 2021 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા બરોડાના કેમ્પમાં તેની કૃણાલ પંડ્યા સાથે લડાઈ થઈ હતી. દીપકે આરોપ લગાવ્યો કે કૃણાલે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. જે બાદ તેણે ટીમ છોડી દીધી હતી. બરોડા ક્રિકેટે દીપકને સસ્પેન્ડ કરી દીધો હતો. આ પછી દીપક રાજસ્થાનનો ભાગ બની ગયો. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે છેલ્લી બે સિઝનથી પંજાબ સાથે હતો અને અહીં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.
વન ડે સીરિઝ માટે જાહેર થયેલી બંને ટીમ
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રણંદ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન.
વેસ્ટ ઈન્ડિઝઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, એનક્રુમાહ બોનર, ડેરેન બ્રાવો, શામાર બ્રૂક્સ, જેસન હોલ્ડર, અકીલ હોસૈન, અલઝારી જોસેફ, બ્રૈન્ડોન કિંગ, નિકોલસ પૂરન, કેમાર રોચ, રોમારિયો શેફર્ડ, ઓડેન સ્મિથ, હેડન વોલ્શ જુનિયર.