IND vs WI 2022: ભારત સામેની વન ડે સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, જાણો કોને બનાવ્યો કેપ્ટન
West Indies Squad Against India: વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની વનડે શ્રેણી માટે નિકોલસ પૂરનને કેપ્ટન બનાવ્યો છે.
India Tour Of West Indies: ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમશે. યજમાન વેસ્ટ ઈન્ડિઝે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની પણ તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની વનડે શ્રેણી માટે નિકોલસ પૂરનને કેપ્ટન બનાવ્યો છે. જોકે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. એજબેસ્ટન ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને T20 અને ODI શ્રેણી જીતી.
નિકોલસ પુરન કેપ્ટન રહેશે
ભારત સામેની વનડે સીરીઝમાં નિકોલસ પૂરન સુકાની હશે જ્યારે સાઈ હોપ વાઇસ કેપ્ટન હશે. આ સિવાય જો ભારતીય ટીમની વાત કરીએ તો વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. IPL 2022 સિવાય ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પૂર્વ ભારતીય કેપ્ટનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વિરાટ કોહલી એજબેસ્ટન ટેસ્ટ બાદ T20 અને ODI શ્રેણીમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો
ભારત સામેની વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
નિકોલસ પૂરન (કેપ્ટન), સાઈ હોપ (વાઈસ-કેપ્ટન), શેમર બ્રુક, કેસી કાર્ટી, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોટે, કીમો પોલ, રોવમેન પોવેલ, જયડન સીલ્સ
રિઝર્વ ખેલાડીખેલાડી
રોમેરો શેફર્ડ અને હેડન વોલ્શ જુનિયર.
CWI names the 13-player squad to face India in the three-match CG United ODI Series in Trinidad.
— Windies Cricket (@windiescricket) July 17, 2022
Squad Details⬇️ https://t.co/aPveMYcMb8