IND vs WI, 1 Innings Highlight:ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 8 રને હરાવ્યું, સીરીઝ પર કબજો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની આજે બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 8 રને હાર આપી છે.
IND vs WI, 2nd T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની આજે બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 8 રને હાર આપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર કબજો કર્યો છે. ભારતે વેસ્ટઈન્ડિઝને જીત માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 178 રન બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
રોહિત બ્રિગેડે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી T20 ફરીથી જીતી લીધી. ભારતે બીજી T20 આઠ રનથી જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવીને શ્રેણી પર કબજો કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરીને ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટે 173 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોવમેન પોવેલે 36 બોલમાં અણનમ 68 અને નિકોલસ પૂરને 41 બોલમાં 62 રન બનાવ્યા હતા.
ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યા હતા
ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે 28 બોલમાં અણનમ 52 અને વિરાટ કોહલીએ 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. અંતમાં વેંકટેશ અય્યરે માત્ર 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોશટન ચેઝે ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને જીત માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી T20 મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન 2 રન કરી આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા 19 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટને ભારતીય પ્લેઇંગ-11માં કોઈપણ ફેરફાર કર્યો નહોતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ફેબિયન એલનના સ્થાને જેસન હોલ્ડરને ટીમમાં પસંદ કર્યો હતો.
ભારતની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સુર્યકુમાર યાદવ, દીપક ચહર, વેંકટેશ અય્યર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ.
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઇંગ ઇલેવન : કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ