IND vs ZIM, 1st ODI: પ્રથમ વન ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું, ધવને અને ગિલે અપાવી શાનદાર જીત
વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે.
LIVE
Background
IND vs ZIM ODI Live Streaming: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ નવા કેપ્ટન કેએલ રાહુલ સાથે સીરીઝમાં ઉતરી રહી છે. આ સીરીઝમાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે.
ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું
190 રનના ટાર્ગેટ સામે ભારતે 30.5 ઓવરના અંતે 192 રન બનાવીને શાનદાર જીત મેળવી છે. શુભમન ગિલે 82 રન અને શિખર ધવને 81 રન બનાવીને ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું છે.
ભારત જીતની નજીક પહોંચ્યું
26.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 153 રન પર પહોંચ્યો છે. શુભમન ગિલ 65 રન અને શિખર ધવન 65 રન સાથે રમતમાં.
ભારતની મજબૂત શરુઆત
ધવન અને ગિલે ભારતને મજબૂત શરુઆત અપાવતાં 13 ઓવરના અંતે ભારતનો સ્કોર 60 રન પર પહોંચ્યો છે. હાલ ધવન 34 અને ગિલ 22 રન સાથે રમતમાં છે.
શુભમન ગિલ અને ધવન ઓપનિંગ કરવા ઉતર્યા
ભારત માટે શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિં કરવા આવ્યા છે. હાલ 2.4 ઓવરના અંતે ભારતનો સ્કોર 15 રન છે.
ઝિમ્બાબ્વેની ટીમ 189 રન પર ઓલઆઉટ
હરારેમાં રમાઈ રહેલી પ્રથમ ODIમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ તરફથી કેપ્ટન રેજીસ ચકાબ્વાએ 35, રિચાર્ડ નગારવાએ 34 અને બરાડ ઇવાન્સે અણનમ 33 રન બનાવ્યા હતા. તે જ સમયે, ભારત તરફથી દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે અક્ષર પટેલે ODI ક્રિકેટમાં 50 વિકેટ પણ પૂરી કરી છે.