Womens T20 WC 2023: ઓસ્ટ્રેલિયાનો ટી20 વર્લ્ડકપમાં નવો રેકોર્ડ, સળંગ 7મી વાર સેમિ ફાઇનલ મેચ જીતી, જાણો
આજની મેચમાં ફરી એકવાર કાંગારુઓનો દબદબો જોવા મળ્યો, ટીમ ઇન્ડિયાને સેમિ ફાઇનલમાં 5 રનથી હાર આપીને વર્લ્ડકપની ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી છે.
Womens T20 WC 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 23 ફેબ્રુઆરી 2023ના દિવસે રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ફરી એકવાર કાંગારુ ટીમને જીત મળી છે. આજે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી. આજની મેચમાં ફરી એકવાર કાંગારુઓનો દબદબો જોવા મળ્યો, ટીમ ઇન્ડિયાને સેમિ ફાઇનલમાં 5 રનથી હાર આપીને વર્લ્ડકપની ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી છે.
કાંગારુઓ ટીમોન ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં દબદબો -
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટી20 વર્લ્ડકપમાં સળંગ સાત વાર સેમિ ફાઇનલ જીતનારી પ્રથમ ટીમે બની ગઇ છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સૌથી પહેલા 2010માં આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ જીતી હતી, તે દરમિયાન તે ચેમ્પીયન પણ બની હતી, જોકે, કાંગારુ ટીમે તે પછી સતત 7 વાર સેમિ ફાઇનલમાં જીત હાંસલ કરી છે, આ વખતે 2023માં પણ ભારતીય મહિલા ટીમને સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ખાસ વાત છે કે, કાંગારુ ટીમને વર્ષ 2016માં સેમિ ફાઇનલમાં જીત મળી હતી, ફાઇનલમાં હાર મળી હતી, આ સિવાય તે તમામ વર્ષે સેમિ ફાઇનલ જીત્યા બાદ ચેમ્પીયન બની ચૂકી છે.
WOW, 7TH CONSECUTIVE T20 WORLD CUP FINAL!
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2023
This team is beyond legendary 🔥 #T20WorldCup | #INDvAUS pic.twitter.com/M1cgzSC1yz
રોમાંચક સેમિ ફાઇનલમાં ભારતની હાર, ઓસ્ટ્રેલિયાએ 5 રનથી હરાવ્યુ, કાંગારુ ટીમની ફાઇનલમાં એન્ટ્રી
IND vs AUS Womens T20 World Cup Semi Final: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયન ટીમ સામે હાર થઇ છે, ઓસ્ટ્રેલિયન ટીમે રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને માત્ર 5 રનથી હરાવી દીધી છે. આ મેચમાં જીત સાથે જ ઓસ્ટ્રેલિયા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઇ છે, હવે કાંગારુ ટીમની ફાઇનલમાં ટક્કર બીજી સેમિ ફાઇનલમાં જીતનારી ટીમ સામે થશે. બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
આજની મેચમા વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ટીમે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં કાંગારુ ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત દરમિયાન 4 વિકેટો ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને જીતવા માટે 173 રનોનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો.
ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શીખા પાન્ડે, રાધા યાદવ, રેણુંકા સિંહ.
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાન મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, તાહિલા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જેસ જૉનસેન, જૉર્જિયા વેરહામ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.