MS Dhoni Har Ghar Tiranga: દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પુરા કરી રહ્યો છે, અને આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારની અપીલ પર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે, અને આ અંતર્ગત દેશવાસીઓ સોશ્યલ મીડિયા પર પોતાની પ્રૉફાઇલ ફોટો પર પણ તિરંગાની તસવીર લગાવી રહ્યાં છે. આ કડીમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ પણ જોડાઇ ગયુ છે.
એમએસ ધોનીએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રૉફાઇલ ફોટો બદલી અને તેના પર તિરંગાની તસવીર લગાવી છે. આ તસવીર પર એક ખાસ સંદેશ પણ લખ્યો છે, જેના પર લખ્યુ છે- ‘ભાગ્ય હૈ મેરા મૈં એક ભારતીય હૂં’
ઉલ્લેખનીય છે કે આમ તો મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા નથી. હવે ધોનીએ દેશભક્તિ દર્શાવવા માટે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પિક્ચરને તિરંગામાં બદલી નાખ્યું છે. જેના પર તેણે લખ્યું છે કે ભાગ્ય છે મારું, હું ભારતીય છું. ઈન્સ્ટાગ્રામ પર તેના 39 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ધોની માત્ર ચાર લોકોને જ ફોલો કરે છે.
આ પણ વાંચો........
Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી
Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...
Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ
Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો
SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો