Asia Cup 2022માં ભારત અને પાકિસ્તાન 3 વખત સામ-સામે ટકરાઈ શકે છે, જાણો કઈ રીતે...
લગભગ 9 મહિના પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાન ઉપર સામ-સામે ટકરાશે.
Asia Cup 2022 Schedule: લગભગ 9 મહિના પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાન ઉપર સામ-સામે ટકરાશે. એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. એશિયા કપ 2022માં (Asia Cup 2022) પહેલી મેચ 27 ઓગષ્ટના રોજ રમાવાની છે. તો 28 ઓગષ્ટના દિવસે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે મેચ રમાવાની છે. બંને દેશોના ફેન્સ આ બ્લોકબસ્ટર મેચનો આતુરતા પૂર્વક ઈંતજાર કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ ટૂર્નામેન્ટમાં કઈ રીતે ભારત અને પાકિસ્તાન 3 વખત સામ-સામે આવી શકે છે.
સુપર 4માં ફરીથી સામ-સામે હોઈ શકે છે ભારત-પાકિસ્તાન
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમને એક ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ઠના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમશે. આ પછી સુપર 4માં બંને ટીમે એક વાર ફરીથી ટકરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બંને ગ્રુપમાં 2-2 ટીમો આગળના રાઉન્ટ માટે ક્વોલીફાઈ કરશે. જો કોઈ અપસેટ ના સર્જાય તો ભારત અને પાકિસ્તાનની મેચ 4 સપ્ટેમ્બરના રોજ હોઈ શકે છે.
11 સપ્ટેમ્બરે રમાશે ફાઈનલ મેચ
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની દાવેદારી ખુબ જ મજબુત ગણવામાં આવી રહી છે. પરંતુ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમોને નજરઅંદાજ ના કરી શકાય. હકિકતમાં એશિયા કપ 2022માં સેમી ફાઈનલનું ફોર્મેટ નથી. આ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, અહિયાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હોઈ શકે છે. તો જો બાકીની ટીમોની વાત કરીએ તો, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમો ભલે મજબૂત દાવેદાર ના હોય પરંતુ આ ટીમોનો દિવસ હોય તો તે કોઈને પણ હરાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, એશિયા કપ 2022ની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.