(Source: ECI/ABP News/ABP Majha)
KL Rahul Ind Vs Sa T20 WC: સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્લેઇંગ- 11માંથી બહાર થશે કેએલ રાહુલ? બેટિંગ કોચે શું આપ્યો જવાબ
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન સારુ રહ્યું છે
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન સારુ રહ્યું છે. ટીમ ઇન્ડિયા રવિવારે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું છે. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાની નજર સીધી સેમિફાઈનલમાં પહોંચવા પર રહેશે.
છેલ્લી બે મેચમાં ઓપનર કેએલ રાહુલની બેટિંગ ચિંતાજનક રહી છે. કેએલ રાહુલનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બન્યો છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની પ્લેઈંગ-11માંથી બહાર કરવામાં આવશે.
'ઋષભ એક મહાન ખેલાડી છે પણ...'
આ ચર્ચા વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે ટીમની રણનીતિ અંગે વાત કરી હતી. વિક્રમ રાઠોડનું કહેવું છે કે કેએલ રાહુલના બદલે રિષભ પંતને લેવાનો કોઈ વિચાર નથી. કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે, આપણે જાણીએ છીએ કે રિષભ એક મહાન ખેલાડી છે પરંતુ ટીમમાં માત્ર 11 લોકો જ રમી શકે છે.
વિક્રમે કહ્યું હતું કે અમે હંમેશા રિષભ સાથે વાત કરીએ છીએ કે તે હંમેશા માનસિક અને શારીરિક રીતે તૈયાર રહે. જેથી તે ગમે ત્યારે પ્લેઇંગ-11માં આવી શકે. નોંધનીય છે કે ઋષભ પંત ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે, પરંતુ તે હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી.જો કેએલ રાહુલની વાત કરીએ તો તે પાકિસ્તાન સામે માત્ર 4 રન અને નેધરલેન્ડ સામે 9 રન બનાવીને આઉટ થયો હતો. આ જ કારણ છે કે તેની જગ્યાએ ઋષભ પંતને ઓપનિંગમાં લેવાની ચર્ચા છે.
Virat Kohli Meets Pakistani Players: 2022ના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતીય ટીમ ગ્રુપ બીમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઇન્ડિયાએ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે તેની ત્રીજી મેચ રમવાની છે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓને મળ્યો હતો. આ મેચ પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓ શાહીન આફ્રિદી અને હારિસ રઉફને મળ્યો હતો