IND vs ENG: 33 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની વાપસી,રોહિત-જાડેજા બાદ સરફરાઝની તોફાની બેટિંગ
IND vs ENG 3rd Test, 1st Day Report: રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 326 રન છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ નોટઆઉટ પરત ફર્યા હતા.
IND vs ENG 3rd Test, 1st Day Report: રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 326 રન છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ નોટઆઉટ પરત ફર્યા હતા. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 10 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 22 રન હતો. શુભમન ગિલ કોઈ રન બનાવ્યા વગર માર્ક વુડના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
Centuries from Jadeja (110*) and Rohit Sharma (131) guide #TeamIndia to 326/5 at Stumps on Day 1 of the 3rd Test.
Scorecard - https://t.co/eYpzVPnUf8 #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/KVSDlNKmQG— BCCI (@BCCI) February 15, 2024
ખરાબ શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાની વાપસી
રજત પાટીદાર પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. રજત પાટીદાર 5 રન બનાવીને ટોન હાર્ટલીનો શિકાર બન્યો હતો. ભારતના ટોપ-3 બેટ્સમેનો 33 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ જવાબદારી સંભાળી હતી. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની મોટી ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીથી ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ. રોહિત શર્મા બાદ રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી.
રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની શાનદાર સદી
રોહિત શર્મા 196 બોલમાં 131 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટનને માર્ક વુડે આઉટ કર્યો હતો. આ પછી સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 66 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સરફરાઝ ખાન શાનદાર ઇનિંગ રમીને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. સાથે જ એક છેડો રવિન્દ્ર જાડેજાએ મક્કમતાથી સાચવી રાખ્યો હતો. આ ઓલરાઉન્ડરે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. જોકે, પ્રથમ દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 212 બોલમાં 110 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. અત્યાર સુધી આ ઓલરાઉન્ડરે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી છે. જ્યારે કુલદીપ યાદવ 10 બોલમાં 1 રન બનાવીને અણનમ છે.
અંગ્રેજ બોલરોની આવી રહી હાલત
ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો માર્ક વુડ સૌથી સફળ બોલર હતો. માર્ક વૂડે 17 ઓવરમાં 69 રન આપીને 3 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય ટોમ હાર્ટલીને 1 સફળતા મળી. તે જ સમયે, જેમ્સ એન્ડરસન સિવાય જો રૂટ અને રેહાન અહેમદને કોઈ વિકેટ મળી ન હતી.