Blind T20 World Cup: પાકિસ્તાન ટીમના વિઝા થયા રદ્દ. પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે વ્યક્ત કરી નિરાશા
ભારતમાં બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે. પરંતુ તે પહેલા પાકિસ્તાનની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના વિઝા રદ કરવામાં આવ્યા છે
Pakistan blind cricket team: ભારતમાં બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે. પરંતુ તે પહેલા પાકિસ્તાનની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના વિઝા રદ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જીકે મહંતેશે આ વાતની પુષ્ટી કરી હતી. આ પછી પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું હતું કે પાકિસ્તાન ટીમનું આ રીતે વર્લ્ડ કપમાંથી બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલે વધુમાં જણાવ્યું હતું કે અમારી ટીમ આ ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર હતી. અમારી ટીમ વર્ષ 2012 અને 2017માં રનર્સ અપ રહી હતી.
India refuses visas of Pakistan Blind Cricket Team to participate in T-20 World Cup Cricket of the Blind ( 5 to 17 December 2022 in India ).
— Pakistan Blind Cricket Council (PBCC) (@pbcc_official) December 6, 2022
Pakistan was a serious contender to win the World Cup. Really disappointing for our boys who prepared tirelessly for this World Cup. 💔 pic.twitter.com/28gGcMSMEZ
બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
લલિત મીણા, પ્રવીણ કુમાર શર્મા, સુજીત મુંડા, નિલેશ યાદવ, સોનુ ગોલકર, સોવેન્દુ મહતા, અજય કુમાર રેડ્ડી (કેપ્ટન), વેંકટેશ્વર રાવ ,નકુલ બદનાયક, ઈરફાન દીવાન, લોકેશા, તોમપકી દુર્ગા રાવ, સુનીલ રમેશ, એ .રવિ, પ્રકાશ જયરમૈયા, દીપક મલિક, ધીનગર જી
બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
ભારત વિ નેપાળ - 6 ડિસેમ્બર, સ્લેજ હેમર, ફરીદાબાદ
ભારત વિ પાકિસ્તાન - 7 ડિસેમ્બર, DDA સિરી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દિલ્હી
ભારત વિ ઓસ્ટ્રેલિયા - 10 ડિસેમ્બર, ખાલસા સ્ટેડિયમ, ઈન્દોર, મધ્ય પ્રદેશ
ભારત વિ દક્ષિણ આફ્રિકા - 11 ડિસેમ્બર, સેન્ટ પોલ કોલેજ, કોચી ક્રિકેટ ગ્રાઉન્ડ
ભારત વિ બાંગ્લાદેશ - 13 ડિસેમ્બર, બારાબતી સ્ટેડિયમ, કટક, ઓડિશા
ભારત વિ શ્રીલંકા - 14 ડિસેમ્બર, પંજીમ જિમખાના સ્પોર્ટ્સ ક્લબ, ગોવા
3rd T20 World Cup Cricket for the Blind was inaugurated on Dec 5, 2022 in the presence of Shri Sandeep Singh @flickersingh, Sports & Youth Affairs Minister for Haryana, Dr @GKMahantesh, Pres. of CABI, the one & only @YUVSTRONG12, Indian Cricketer & brand ambassador for the event, pic.twitter.com/HPpxCw1V3u
— Cricket Association for the Blind in India (CABI) (@blind_cricket) December 6, 2022