શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં છેક દસમી ઓવરના છેલ્લા બોલે ભારતે ફટકાર્યો પહેલો ચોગ્ગો, જાણો કોણે મારી બાઉન્ડ્રી
પૃથ્વી શો બીજા જ બોલ પર સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો હતો.
એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોહલીનો આ ફેંસલો ખોટો પડ્યો હતો. પૃથ્વી શો બીજા જ બોલ પર સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો હતો.
પ્રથમ ઓવરમાં જ વિકેટ પડ્યા બાદ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. ભારતે પ્રથમ ચોગ્ગો ફટકારવા માટે 10 ઓવર સુધી રાહ જોવી પડી હતી. 10મી ઓવરના અંતિમ બોલ પર મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો હતો.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી અને લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion