શોધખોળ કરો
Advertisement
રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયનોને પોતાની આઈપીએલ ટીમના ભારતીય બેટ્સમેનને આઉટ કરવાનો બતાવ્યો રસ્તો, જાણો વિગત
પ્રથમ દિવસે મેચની શરૂઆતમાં જ ભારતે પૃથ્વી શૉની વિકેટ ગુમાવી હતી.
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. જેમાં ભારતે દિવસની શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયનોને ભારતીય બેટ્સમેનોને આઉટ કરવાની રણનીતિ બતવી હતી. જેમાં તેઓ સફળ પણ થયા હતા. પ્રથમ દિવસે મેચની શરૂઆતમાં જ તેમને પૃથ્વી શૉની વિકેટ લીધી હતી. આ ઉપરાંત રહાણે, મયંક અગ્રવાલને કઈ રીતે આઉટ કરવા તે પણ પોન્ટિંગે જણાવ્યું હતું.
પ્રથમ દિવસઃ ભારત 233/6
ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૃથ્વી શોએ 0, મયંક અગ્રવાલે 17, પુજારાએ 43, કોહલીએ 74, રહાણેએ 42 અને હનુમા વિહારીએ 16 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને 2, હેઝલવુડ, પેટ કમિંસ, નાથન લાયનને 1-1 વિકેટ મળી હતી.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement