શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતને હરાવવા કાંગારુ ટીમમાં સામેલ કરાયા આ ત્રણ નવા ખેલાડીઓ, જાણો કોણ કઇ રીતે પડી શકે છે ભારે
ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયાના મેદાનો પર ભારતીય ટીમે આ ત્રણેય નવા ચહેરાની સામે અલગથી રણનીતિ બનાવવી પડશે. કેમકે આ ત્રણેય ભારત માટે મોટો પડકાર ઉભો કરી શકે છે

નવી દિલ્હીઃ આગામી મહિને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ 27 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં વનડે, ટી20 અને ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. આ દરમિયાન બન્ને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. ખાસ વાત છે કે ભારતને આ વખતે હરાવવા કાંગારુ ટીમમાં ત્રણ નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય નવા ચહેરા ભારતને જુદીજુદી પૉઝિશનમાં ભારે પડી શકે છે. જાણો કોણ છે આ નવા ચહેરા... કેમરૉન ગ્રીન આ લિસ્ટમાં પહેલુ નામ કેમરૉન ગ્રીનનુ છે. આમ તો આ બૉલર છે, સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે, એટલે પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાએ આ ઓલરાઉન્ડરને ભારતને ટક્કર આપવા ટીમમાં સામેલ કર્યો છે. 21 વર્ષીય આ ખેલાડીની ફર્સ્ટ ક્લાસ બેટિંગ એવરેજ 52ની છે. શૉન એબૉટ બીજા ખેલાડીનુ નામ શૉન એબૉટ છે. 28 વર્ષીય શૉન એબૉટ ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ફાસ્ટ બૉલિંગનો જલવો બતાવી ચૂક્યો છે. તેને ટી20 ક્રિકેટમાં 87 મેચોમાં 107 વિકેટ ઝડપી છે. ઇજાના કારણે તેને ઓસ્ટ્રેલિયન ટીમમાં રમવાનો વધુ મોકો નથી મળી શક્યો. ડેનિયલ સેમન આ લિસ્ટમાં ત્રીજુ નામ ઓલરાઉન્ડર ડેનિયલ સેમનનુ છે. ઘરેલુ ટી20મા ડેનિયલ સેમનનો રેકોર્ડ એકદમ જબરદસ્ત છે. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં ઇજાગ્રસ્ત જેસન રૉયની જગ્યાએ સામેલ કરાયો હતો. જોકે, હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયાના મેદાનો પર ભારતીય ટીમે આ ત્રણેય નવા ચહેરાની સામે અલગથી રણનીતિ બનાવવી પડશે. કેમકે આ ત્રણેય ભારત માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.
વધુ વાંચો




















